GSTV

દિલ્હી સ્પેશયલ સેલ દ્વારા ડી-કંપનીના ગુંડાઓની ધરપકડ બાદ પૂછપરછ શરૂ

Last Updated on April 13, 2018 by Arohi

દિલ્હી પોલીસના સ્પેશયલ સેલની ટીમને એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. દિલ્હી પોલીસે યુપીના બુલંદશહેરમાંથી ડી-કંપનીના ત્રણ ગુંડાઓની ધરપકડ કરી છે. દાઉદ ઈબ્રાહીમની ગેંગના ત્રણેય ગુંડાઓની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

ત્રણેય ગુંડાની પાસેથી હથિયારો પણ ઝડપાયા છે. પ્રારંભિક માહિતી મુજબ. દાઉદ ઈબ્રાહીમની ગેંગના ત્રણેય ગુંડાઓ દ્વારા યુપી ખાતે શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીની હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશયલ સેલ દ્વારા ડી-કંપનીના ગુંડાઓની ધરપકડ બાદ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પોલીસે ધરપકડ કરેલા ત્રણેય લોકોના નામ આરિફ, અબરાર અને સલીમ છે. મહત્વપૂર્ણ છે કે વસીમ રિઝવી દ્વારા અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર રામમંદિર નિર્માણની તરફેણ કરવામાં આવી હતી અને આ મામલે તેમને ભૂતકાળમાં ધમકીઓ પણ મળી હતી.

 

 

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!