વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્ટાઈલિશ હતી જાણીતી ગાયિકા શિવાની ભાટિયા, જુઓ PHOTOS

જાણીતી સિંગર શિવાની ભાટિયાનુ એક કાર અકસ્માતમાં નિધન થયું. શિવાની ખૂબ જ સ્ટાઈલિશ અને રમૂજી વ્યક્તિ હતી. તેમની આ તસ્વીરો તેમનો અંદાજ બતાવી રહી છે.
જાણીતી ગાયિકા શિવાની ભાટિયાનુ કાર દુર્ઘટનામાં મોત થયુ છે. યમુના એક્સપ્રેસ પર કાર દુર્ઘટનામાં તેનો જીવ જતો રહ્યો હતો. શિવાની સોમવારે પોતાના પતિની સાથે આગ્રામાં એક કાર્યક્રમમાં કાર દ્વારા જઇ રહી હતી ત્યારે સુરીર કોતવાલી ક્ષેત્રના કિમી સંખ્યા-89 નજીક અકસ્માત થયો. તેમની આ કાર કોઈ અજાણ્યા વાહનની પાછળ ટકરાઇ.
શિવાની ખૂબ જ સ્ટાઇલિશ અને આનંદીત મહિલા હતી. તેમની આ તસ્વીરો તેમના ઈન્સ્ટાગ્રામની છે, જે તેમનો મિજાજ અને અંદાજને વર્ણવે છે.
14 જુલાઈ કોબિહારના સીતામઢીમાં જન્મેલી શિવાની થોડા વર્ષોથી દિલ્હીના લાજપતનગરમાં રહેતી હતી. તેણે દિલ્હી એનસીઆર અને આસપાસના શહેરોમાં પૉપ ગાયિકાના રૂપમાં મોટી ઓળખ બનાવી હતી.
સોમવારે આગ્રામાં તેમનો એક શો હતો. જેના માટે તેઓ પતિની સાથે આગ્રા જતા હતા. ગાડી શિવાનીના પતિ નિખિલ ચલાવતા હતાં. પોતાની સુરીલી અવાજથી તેમણે પોતાના હજારો ચાહકો બનાવ્યા હતાં.
યૂટ્યુબ પર શિવાની દ્વારા ગવાયેલા અમૂક વીડિયો છે, જેમાં એક વીડિયોને ઘણા લોકોએ લાઇક કર્યો છે. શિવાનીના નિધનથી તેના પ્રશંસકોમાં શોકનો માહોલ છે. ફેસબુક પર અમૂક મિત્રો તેમની ટાઇમ લાઇન પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
શિવાનીને સંગીત સાથે ખૂબ જ પ્રેમ હતો. તેમણે ચાર વર્ષની ઉંમરમાં જ સ્ટેજ પર ગીત ગાવવાનુ શરૂ કર્યુ હતું. કૉલેજમાં આવી ત્યાં સુધી સીતામઢીની જાણીતી સિંગર બની ગઇ હતી. પછી તેણી દૂર શો કરવા જતી હતી. ત્યારબાદ તેની ઓળખ આખા બિહારમાં પ્રસ્થાપિત થઇ. વર્ષ 2012માં ટીવી શો ‘સુરો કા મહાસંગ્રામ’ની ઉપવિજેતા રહીં.
READ ALSO
- બેબી બંપની સાથે સુરવીન ચાવલાએ કરાવ્યું ફોટોશૂટ, શેર કરી ગ્લેમરસ તસ્વીરો
- રવિવારે દિશા પટણી સાથે ડેટ પર જાય છે ટાઈગર શ્રોફ, આ છે કારણ
- મલાઈકા અરોડાના પુત્રને પસંદ છે અર્જુન કપૂર? જુઓ Photo
- માધુરીને જોઈને સિદ્ધૂએ કહ્યું, તમે રાજનીતિમાં પ્રવેશ કરો તો વિપક્ષ તમારા પક્ષમાં આવી જાય
- સેન્સર બોર્ડનો પણ પરસેવો છુટી ગયો, 80 વખત રેપ સીન કરી આ એક્ટરે…