GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

હવામાન અચાનક પલટાતા ધોધમાર વરસાદ, તાપમાનમાં થયો ઘટાડો

delhi weather

દિલ્હી, એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં હવામાન ખુશનુમા થયું. સવારે અચાનક હવામાન પલટાતાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો. જેને કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો. જેથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી. નોયડા સેક્ટર-15, સિટી સેન્ટર, સેક્ટર-52, અને અશોકનગર સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો.

દિલ્હીના કાલકાજી વિસ્તાર, વસંતકુંજ, મુનિરકા અને વસંતવિહાર ક્ષેત્રોમાં પણ વરસાદ થયો. સવાર-સવારમાં જ વરસાદ થતાં અનેક લોકોને ઓફિસ અને ધંધાના સ્થળે પહોંચવા પરેશાની વેઠવી પડી. વરસાદને કારણે ઠંડક પ્રસરી જતાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી નીચે ગગડ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-એનસીઆર સહિત પશ્ચિમી હિમાલયન ક્ષેત્રો પર વેસ્ટર્ન ડિસ્ટરબંસની અસર થવાની સંભાવના છે. તો 16 મેએ પણ હળવો વરસાદ થઈ શકે છે. બે દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં વિશેષ પરિવર્તન નહીં થાય. ઉત્તર પશ્ચિમી ભારતના મેદાનોમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની સંભાવના છે.

READ ALSO

Related posts

કોરોનાનું કાળચક્ર: દેશમાં ચેપગ્રસ્તોની સંખ્યા 7 લાખને પાર પહોંચી, છેલ્લા 24 કલાકમાં 21 હજારથી વધુ કેસો નોંધાયા

pratik shah

આ રાજ્યએ કરી દેખાડી કમાલ! 100% ઘરોમાં LPG કનેક્શન ધરાવતું આ છે દેશનું પ્રથમ રાજ્ય

Bansari

જીવલેણ વાયરસનાં કહેર વચ્ચે સગર્ભાઓને પણ ફરજ પર હાજર થવાનું ફરમાન, વહીવટી તંત્ર દ્વારા આવું વલણ શા માટે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!