GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કોંગ્રેસને મહેનત પણ માથે પડી : જ્યાં જ્યાં તાકાત લગાવી ત્યાં ત્યાં ભાજપ ફાવી ગઈ

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને રૂઝાનોમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આપ 50 કરતાં વધારે સીટોમાં આગળ ચાલી રહી છે તો, કોંગ્રેસનું તો ખાતુ પણ નથી ખૂલ્યું. ગત ચૂંટણીની સરખામણીમાં આપને ઘણું નુકસાન થઈ રહ્યું છે, તો બીજેપી ફાયદામાં દેખાઇ રહી છે. જ્યાં-જ્યાં કોંગ્રેસ પૂરેપૂરી તાકાતથી લડી હતી, ત્યાં જ અત્યારે બીજેપીને ફાયદો થઈ રહ્યો હોય એવું દેખાઇ રહ્યું છે.

બીજેપીના કપિલ મિશ્રા આપ ઉમેદવારથી આગળ ચાલી રહ્યા છે

મુંડકામાં બીજેપીના ઉમેદવાર આઝાદ સિંગ 6,757 મતોથી આપના ધર્મપાલ લકડાથી આગળ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસના નરેશ કુમારને ખૂબજ ઓછા વોટ મળ્યા છે. તો મોડલ ટાઉન વિધાનસભા ક્ષેત્ર પર આપના અખિલેશ પતિ ત્રિપાઠી પણ બીજેપીના કપિલ મિશ્રા કરતાં પાછળ ચાલી રહ્યા છે. કપિલ શર્મા આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં ગયા છે. આ સીટ પર પણ કોંગ્રેસને ખૂબજ ઓછા વોટ મળ્યા છે.

બલ્લીમારનમાં કોંગ્રેસના હારૂન બગાડી રહ્યા છે આપનો આખો ખેલ

વાણિયા અને મુસ્લિમ મતદારોની મિક્સ આબાદીવાળા બલ્લીમારાન વિધાનસભા ક્ષેત્રમાં બીજેપીની લતા આપના ઈમરાન ગુસૈન કરતાં આગળ ચાલી રહી છે. તો કોંગ્રેસના હારૂન તુસૂફને તો ખૂબજ ઓછા વોટ મળ્યા છે. જનકપૂરી સીટ પર બરાબર ટક્કર ચાલી રહી છે. આ સીટ પર આપના ઉમેદવાર રાજેશ ઋષિની બીજેપીના આશીષ સૂદ સામે બરાબરની ટક્કર ચાલી રહી છે. તો કોંગ્રેસની રાધિકા ખેરને તો ગણતરીના જ વોટ મળ્યા છે. બવાના વિધાનસભા ક્ષેત્રથી બીજેપીના ઉમેદવાર રવિંદ્ર કુમાર આપના જય ભગવાન સામે બહુ આગળ ચાલી રહ્યા છે. તોં કોંગ્રેસના સુરેંદ્ર કુમાર પણ બહુ પાછળ છે.

કામકાજીમાં આતિશી માર્લેના બીજેપીના ઉમેદવાર કરતાં પાછળ

લાંબા સમયથી ચાલી રહેલ આંદોલનની ઓળખ બની ચૂકેલ શાહીન બાગની કાલકાજી સીટ પર બધાંની નજર છે. આ સીટ પર આમ આદમી પાર્ટીની આતિશી માર્લેના બીજેપીના ઉમેદવાર ધર્મવીર સિંહ કરતાં પાછળ ચાલી રહી છે. તો કોંગ્રેસની શિબાની તો બહુ જ પાછળ છે. આવી જ હાલત કૃષ્ણાનગર સીટની પણ છે. જ્યાં ડૉ. અનિય ગોયલ આપના એસકે બગ્ગા કરતાં આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસ તો ક્યાંય રેસમાં જ નથી.

Read also:

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!