GSTV
Home » News » કેજરીવાલ સામે BJP-કોંગ્રેસનું રીતસરનું સરેન્ડર : કદાવર નેતાઓ લડવા નથી તૈયાર, ઉતાર્યા અજાણ્યા ચહેરાઓ

કેજરીવાલ સામે BJP-કોંગ્રેસનું રીતસરનું સરેન્ડર : કદાવર નેતાઓ લડવા નથી તૈયાર, ઉતાર્યા અજાણ્યા ચહેરાઓ

દિલ્હીની સૌથી હાઈપ્રોફાઇલ બેઠકો ગણાતા ભાજપ અને કોંગ્રેસે આખરે સોમવારે મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરી હતી, આમ આદમી પાર્ટીનાં સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સામે નવી દિલ્હીની સીટ પર બીજેપીએ સુનિલયાદવને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે રોમેશ સબરવાલની પસંદગી કરી છે. કોંગ્રેસ-ભાજપે ફક્ત ‘અજાણ્યા લડવૈયાઓ’ પર દાવ લગાવ્યો છે. આવી સ્થિતિમાં સવાલો ઉભા થવા લાગ્યા છે કે શું બંને પક્ષોએ નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલને વોકઓવર આપ્યું છે?

અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી 2013 માં શીલા દીક્ષિતને પરાજિત કર્યા બાદ મુખ્યમંત્રી બન્યા હતા અને 2015 માં બીજી વાર રેકોર્ડ જીત નોંધાવી હતી અને સત્તાની ગાદી સંભાળી હતી. આવી સ્થિતિમાં કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતર્યા છે. તે જ સમયે, નવી દિલ્હી બેઠક પર કેજરીવાલને ઘેરવા માટે ઉમેદવારની પસંદગી માટે વિરોધી પક્ષોએ ભારે જહેમત ઉઠાવી હતી, ત્યારબાદ ભાજપે યુથ મોરચાના નેતા સુનિલ યાદવના નામને મંજૂરી આપી દીધી છે, જ્યારે કોંગ્રેસ, એનએસયુઆઈના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ, રોમેશ સબરવાલ પર વિશ્વાસ ઠાલવ્યો છે.

કોણ છે સુનિલ યાદવ?

ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ સુનિલ યાદવને પાર્ટીએ કેજરીવાલ સામે ઉતાર્યા છે. સુનીલ વ્યવસાયે વકીલ છે અને સામાજિક કાર્યકર છે. સુનિલ યાદવે ભારતીય જનતા યુવા મોરચાના મંડળ પ્રમુખ તરીકે રાજકીય પ્રવાસ શરૂ કર્યો હતો અને બાદમાં યુવા મોરચાના જિલ્લા પ્રમુખ અને યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી તરીકે ચૂંટાયા હતા.

ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બનતા પહેલા સુનિલ યાદવે દિલ્હી ભાજપમાં સચિવ તરીકે પણ કામ કર્યું છે. આટલું જ નહીં સુનીલ ડીડીસીએમાં ડિરેક્ટર તરીકે પણ જોડાયેલાં છે. આવી સ્થિતિમાં ભાજપે કેજરીવાલ વિરુદ્ધ ભવ્ય છબી ધરાવતા યુવાન સુનિલ યાદવ પર વિશ્વાસ ઠાલવ્યો છે. જોકે, 2015 માં, ભાજપે નવી દિલ્હી બેઠક પરથી યુવા નેતા અને દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નુપુર શર્માને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમને 26 હજાર મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

રોમેશ સબરવાલની જર્ની

નવી દિલ્હી બેઠક પરથી કોંગ્રેસે પણ કેજરીવાલ સામે યુવા નેતા પર દાવ લગાવ્યો છે. કોંગ્રેસે એનએસયુઆઈના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ રોમેશ સબરવાલને નવી દિલ્હી બેઠક પરથી ટિકિટ આપી છે. સભારવાલને પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપરાના નજીકના સહાયક અજય માકનના હરીફ માનવામાં આવે છે. 2015 માં, સભરવાલ નવી દિલ્હી બેઠક પરથી ટિકિટ માગી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ શીલા દિક્ષિતની બેઠક પરથી પૂર્વ મંત્રી કિરણ વાલિયા પર દાવ લગાવ્યો હતો. આ વખતે કોંગ્રેસે દિલ્હીના રમખાણોમાં કેજરીવાલ સામે સાબરવાલને મેદાનમાં ઉતાર્યા છે.

એન્જિનિયરિંગ અને એમબીએ કરી ચૂકેલા રોમેશ સભરવાલએ વિદ્યાર્થી જીવનથી જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1981 થી 1983 સુધી, તેઓ દિલ્હી પોલિટેકનિક સ્ટુડન્ટ્સ યુનિયનના જોઇન્ટ સેક્રેટરી રહ્યા હતા અને બાદમાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પછી, તેઓ કોંગ્રેસના વિદ્યાર્થી એકમ એનએસયુઆઈમાં જોડાયા અને દિલ્હીના સચિવ બન્યા, પછી 1987 માં તેમણે દિલ્હીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી.

રોમેશ સબરવાલ 1992 માં યુથ કોંગ્રેસના પ્રવક્તા હતા અને બાદમાં દિલ્હી કોંગ્રેસ રાજ્ય સમિતિના સંયુક્ત સચિવ બન્યા હતા. 2002-04 માં, તેમણે દિલ્હી કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળી. સબારવાલ શીલા દિક્ષિત સરકારમાં દિલ્હી ટૂરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પછી, તેમણે ભારતીય સેન્ટ્રલ બેંકના અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી. એટલું જ નહીં, ડીડીએના માસ્ટર પ્લાન જૂથના સભ્યો પણ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જોવાનું એ છે કે તે કેજરીવાલ પાસેથી શીલા દિક્ષિતની રાજકીય વારસો છીનવી શકે કે નહીં.

પહેલાં આ નામ હતા ચર્ચામાં

સીએમ અરવિંદ કેજરીવાલ સામે, કોંગ્રેસ પાર્ટી ભૂતપૂર્વ સીએમ અને દિલ્હીના લોકપ્રિય નેતા શીલા દીક્ષિતની પુત્રી લતિકા દીક્ષિતને મેદાનમાં ઉતારવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, તો બીજી તરફ ચર્ચા એવી હતી કે, ભાજપના સ્વર્ગસ્થ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ અરવિંદ કેજરીવાલ સાથે હરીફાઈ કરી શકે છે. જોકે, ભાજપમાંથી કપિલમિશ્રાનું નામ પણ સામે આવ્યુ હતુ. પરંતુ સોમવારે રાત્રે ભાજર અને કોંગ્રેસે અજાણ્યા ચહેરાઓને મેદાને ઉતારીને સંભાવનાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધુ હતુ.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!