GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

અરવિંદ કેજરીવાલે કરી વિભાગોની વહેંચણી, 3 મંત્રીઓની બદલી જવાબદારી

દિલ્હીમાં સતત ત્રીજીવાર સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મંત્રીઓના વિભાગોમાં વહેંચણી કરી દીધી છે. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પાસે કોઈ પણ વિભાગની જવાબદારી રાખી નથી. જ્યારે દિલ્હી જલ બોર્ડ (DJB)ની જવાબદારી સત્યેન્દ્ર જૈનને સોંપી દીધી છે.

આ પહેલાં દિલ્હી જલ બોર્ડની જવાબદારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાસ પાસે હતી. ગોપાલરાયને પર્યાવરણ મંત્રાલય સોંપવામાં આવ્યુ છે. જ્યારે આ પહેલાં આ જવાબદારી કૈલાશ ગહલોત પાસે હતી.

આ જ પ્રકારે રાજેન્દ્ર પાલ ગૌતમને મહિલા તેમજ બાલ કલ્યાણ વિભાગની જવાબદારી મળી છે. જ્યારે કેજરીવાલનાં બીજા કાર્યકાળમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિયોદિયાની પાસે આ વિભાગ હતો. આ ત્રણ મહત્વનાં બદલાવ સિવાય દરેક મંત્રીઓની પાસે જૂની જવાબદરી પહેલાં જેવી જ છે.

ગત સપ્તાહે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત બાદ અરવિંદ કેજરીવાલે ત્રીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. કેજરીવાલ સિવાય મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન, ઇમરાન હુસેન, કૈલાસ ગહેલોત અને રાજેન્દ્ર પાલ ગૌતમે આમ આદમી પાર્ટીની સરકારમાં મંત્રી પદના શપથ લીધા હતા.

કેજરીવાલે તેમના બીજા કાર્યકાળ દરમિયાન તેમના મંત્રીમંડળમાં રહેલા કોઈ પણ મંત્રીઓને હટાવ્યા નથી, કે કોઈ નવો ચહેરો તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

READ ALSO

Related posts

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel

કોંગ્રેસ 28 મેથી ઓનલાઇન અભિયાન ચલાવશેઃ દરેક વ્યક્તિનાં ખાતામાં 10,000 રૂપિયા જમા કરવાની માંગણી કરશે

Ankita Trada

કોરોના રોગચાળો અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!