GSTV

દિલ્હી ફેક્ટરીમાં આગથી અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત, PM મોદીએ દુખ વ્યક્ત કર્યુ

દિલ્હીમાં લાગેલી મોતની આગ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે.

ઘાયલો  તાત્કાલિક સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સાથેજ વડાપ્રધાન લખ્યું છે કે અધિકારીઓ ઘટના સ્થળે દરેક સંભવિત સહાયતા પ્રદાન કરી રહ્યાં છે. તો કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દિલ્હી આગમાં માર્યા ગયેલા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ છે.

સાથે સંવેદન વ્યક્ત કરી ઘાયલો જલદીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને પણ દુઃખ વ્યક્ત કર્યુ તેમજ ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તેવી પ્રાર્થના કરી છે.

તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  અને દિલ્હીના સીએમ કેજરીવાલે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી ઘાયલો જલદીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

દિલ્હીની રાણી ઝાંસી રોડ પર ફિલ્મિસ્તાન વિસ્તારમાં લાગેલી ભીષણ આગને કારણે 43 લોકો મોતને ઘાટ ઉતર્યા છે, જ્યારે અનેક લોકોની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. આગને કારણે અનેક લોકો દાજી જતાં તો કેટલાંક શ્વાસ રુંધાવાને કારણે મોતને ભેટ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં તમામ પુરુષો જ હોવાનું સામે આવ્યું છે. બિલ્ડિંગનો માલિક સદર બજારનો રહેવાસી છે. પોલીસે બિલ્ડિંગના માલિકના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફેક્ટરીના માલિકની તપાસ કરવામાં આવી રહી છે.

43 લોકોનાં મોત

રાજધાની દિલ્હીના રાણી ઝાંસી રોડ પર સ્થિત અનાજ મંડીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. આગને કારણે 43 લોકોના મોત નિપજ્યા છે, જેના પુષ્ટી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. આગને કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. સાથે જ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અનેક લોકો 50 ટકાથી વધુ લોકો દાજી ગયા છે. આગના કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એલએનજેપી, આરએમએલ, હિંદુ રાવ અને સફદરજંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સવારના 5 વાગ્યાની ઘટના

ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલ વિસ્તારમાં લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિત મુજબ અનાજ મંડીના એક ઈમારતમાં આગ લાગી હતી, આગ એટલી ભયાનક હતી કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓની મદદ લેવામાં આવી હતી. આ ઘટના વ્હેલી સવારે 5 વાગ્યાની આસપાસની છે. મંડીમાં ત્રણ માળની એક બેકરી છે, જેના ઉપરના માળે આગ લાગી હતી. જે બાદ આગે આખી ઈમારતને પોતાની ઝપેટમાં લીધી હતી. આગને કારણે મંડીમાં ચારેબાજુ ધૂમાડો ધૂમાડો થઈ ગયો છે. આ વિસ્તાર ઘણો જ સાંકડો છે તેને કારણે પણ આગ વધુ ફેલાઈ રહી છે.

READ ALSO

Related posts

બિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી

Pravin Makwana

આટલી બાબતોનું રાખો ધ્યાન: જો આપ પણ કોરોના પોઝિટીવ છો અને ઘરે રહીને સારવાર લેવા માગો છો આ તમારા માટે છે ગાઈડલાઈન

Pravin Makwana

દાઉદ ઈબ્રાહિમ સહિત 21 આતંકવાદીઓને VIP ટ્રીટમેન્ટ આપી રહી છે ઈમરાન સરકાર, તેમાંથી ઘણા આતંકીઓ ભારતમાં વોન્ટેડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!