GSTV
Home » News » દિલ્હી એરપોર્ટ પર કરાઈ કસ્ટમ અધિકારીની ધરપકડ, આ વસ્તુઓની કરતા હતા દાણચોરી

દિલ્હી એરપોર્ટ પર કરાઈ કસ્ટમ અધિકારીની ધરપકડ, આ વસ્તુઓની કરતા હતા દાણચોરી

ભારતમાં રૃપિયા ૧.૦૯ કરોડના મૂલ્યના ડ્રોન, સિગારેટ અને વ્હીસ્કીની દાણચોરી કરવા બદલ દિલ્હી એરપોર્ટ પરથી આજે ખૂદ કસ્ટમના જ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે અન્ય છ જણા પણ પકડાયા હતા. પકડાયેલો કસ્ટમ અધિકારી એરપોર્ટ ખાતે અત્યંત સંવેદનશિલ મનાતી એર ઇન્ટેલીજેન્ટ વિંગમાં મૂકાયો હતો. દુબઇથી અલગ અલગ ફલાઇટમાં આવેલા છ મુસાફરોના સમાનમાંથી દાણચોરીનું માલ પકડાતા એરપોર્ટમાં નાટયાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા.

છ જણાને કસ્ટમ અને  ડાયરેકટર ઓફ રેવેન્યુ  ઇન્ટેલીજેન્સના અધિકારીઓએ ચેકિંગ માટે રોકયા હતા. તેમના સામાનની તપાસ કરતાં તેમાંથી ૨૦૦-૨૦૦  નંગના  ૫૭૪ કાર્ટોન્સ સિગારેટ, કિટ સાથેના ૧૪ ડ્રોન, ૧૮ ઉચ્ચ કક્ષાના કેમેરા અને ૧૬ બોતલ શિવાઝ રીગલ વ્હીસ્કીના બોતલો મળી આવી હતી.પકડાયેલા શખસે કબુલ્યું હતું કે  રેકેટનો તે જ માસ્ટર માઇન્ડ છે. ભૂતકાળમાં તેણે કરોડોની  દાણચોરી કરેલી.

પહાડગંજમાં રહેતા રિંગ લીડરે તો કસ્ટમ અધિકારીઓને જોઇ લેવાની ધમકી પણ આપી હતી. તેણે અને અન્ય દાણચોરોએ કસ્ટમના અધિકારીઓ સાથે મારા મારી પણ કરી હતી. દરમિયાન ત્રણ જણા એરપોર્ટમાંથી ભાગી ગયા હતા જેમને પાછળથી પકડી લેવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે એક દાણચોર એર કસ્ટમ અધિકારી છે જેણે અન્યો સાથે મળી દાણચોરીની જાણ પાથરી હતી. 

કસ્ટમ વિભાગે તેને પણ પકડી લીધો હતો. પકડાયેલા રિંગ લીડરે કબુલ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં તેણે છ-સાત કરોડના મૂલ્યના સામાનની  દાણચોરી કરી હતી. 

Related posts

દિવાળી અને બેસતા વર્ષ જેવા તહેવારોને ધ્યાનમાં રાખી મોદી સરકારે આપી મસમોટી ભેટ

Mayur

સીજેઆઈ રંજન ગોગોઈ થયા નારાજ, પૂર્વ આઈપીએસના એક પુસ્તક મામલે થઈ જોરદાર ઉગ્ર દલીલો

Mayur

અયોધ્યા વિવાદ : કોર્ટની સુનાવણીમાં આ એકમાત્ર વ્યક્તિને અપાઈ છે Y કક્ષાની સુરક્ષા, જાણો કોણ છે?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!