જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ દિલ્હીની હવા વધુ ખરાબ થતી જાય છે. સવાર સવારમાં ઝાકળ વધતા અહીં દ્રશ્યો ધૂંધળા થઈ રહ્યા છે. શનિવારે એવી હાલત થઈ હતી કે, દિલ્હીનો સિગ્નેચર બ્રિજ પર દેખાવાનો બંધ થઈ ગયો હતો. એક સમયે તો એવુ લાગતૂ હતું કે, જાણે તે ગાયબ થઈ ગયો હોય.ત્યારે આવો જાણીએ દિલ્હીની અન્ય જગ્યાઓની હાલત કેટલી ખરાબ થઈ છે.

શનિવારે સવારે દિલ્હીના કેટલાય વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 400ની પાર નોંધાયો હતો. જો કે, અમુક વિસ્તારોમાં તે 300ની અંદર રહ્યો હતો, પણ સરેરાશ રીતે જોવા જઈએ તો, આબોહવા અતિ ખરાબ થતી જાય છે.


ફક્ત દિલ્હી જ નહીં, પણ તેની આસપાસના વિસ્તાર જેવા કે, ગાજિયાબાદ, ગુરૂગ્રામ, નોઈડા, ફરીદાબાદ જેવા શહેરોની હાલત અતિ ખરાબ થઈ ગઈ હતી. ગુરૂગ્રામની આબોહવામાં શુક્રવારના રોજ પ્રદૂષણનું સ્તર છેલ્લા 8 મહિના દરમિયાન સર્વાધિક રહ્યુ હતું.તેમાય પણ સેક્ટર 51માં હાલત સૌથી વધારે ખરાબ છે. જ્યાં પ્રદૂષણનું સ્તર 403 એસપીએમ નોંધાયુ હતું. પ્રદૂષણ માપદંડો મુજબ એક્યૂઆઈ 400ની પાર જતાં સ્થિતી અત્યંત ખરાબ મનાય છે. ત્યારે હવે પરિસ્થિતી એવી બની છે કે, દિલ્હી સહિત કેટલાય શહેરોનો સૂચકાંક 400ને પાર પહોંચવાનો છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો