GSTV
India News Trending

મોટા સમાચાર / દિલ્હી AIIMSના નવા ડાયરેક્ટરની નિમણૂક, રણદીપ ગુલેરિયાની લેશે જગ્યા

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) દિલ્હીના નવા ડાયેરક્ટર ડો. એમ શ્રીનિવાસની નિમણૂંક કરવામાં આવી છે. ડો. એમ શ્રીનિવાસ ઈએસઆઈ હોસ્પિટલ હૈદ્રાબાદના ડીનના રૂપમાં સેવા આપી રહ્યા હતા. નોંધનીય છે કે, ડો. રણદીપ ગુલેરિયાનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે જે બાદ નવા ડાયેરક્ટરની ઘોષણા કરવામાં આવી છે.

ડો. રણદીપ ગુલેરિયા 28 માર્ચ 2017થી દિલ્હી એઈમ્સના ડાયરેક્ટરના રૂપમાં કાર્યભાર સંભાળી રહ્યા હતા જે બાદ તેમના કાર્યકાળ બે વાર વધારવામાં આવ્યા હતો જે આજે સમાપ્ત થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ડો. શ્રીનિવાસની ગણતરી દેશના મોટા તબીબોમાં થાય છે.

ડૉ. એમ. શ્રીનિવાસના નામ ઉપરાંત શ્રી ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ત્રિવેન્દ્રમના ડિરેક્ટર ડૉ. સંજય બિહારીનું નામ એઈમ્સ દિલ્હીના ડિરેક્ટરની મંજૂરી માટે ACCને મોકલવામાં આવ્યું હતું અંતે ડો.એમ.શ્રીનિવાસના નામ પર મહોર લાગવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, બાયોટેક્નોલોજી વિભાગના સચિવ રાજેશ એસ ગોખલે, સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવન અને દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને AIIMSના નવા ડિરેક્ટરના પદ માટે નામોની પસંદગી કરતી ચાર સભ્યોની પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

ક્યારેક બ્રાલેટ પર સાડી બાંધી તો ક્યારેક પબ્લિકમાં ખોલ્યુ પેન્ટનું બટન! ઉર્ફીએ વટાવી દીધી બોલ્ડનેસની તમામ હદ

Hemal Vegda

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL

આ મંદિરનો પ્રસાદ ખાવાથી મળે છે અસાધ્ય રોગથી છુટકારો, પ્રતિદિન ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર

Damini Patel
GSTV