GSTV
Ahmedabad ગુજરાત

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

AAP

શિક્ષણને મુદ્દો બનાવી 2022ની ચૂંટણી લડવા AAPનાં નેતા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે દિલ્હીના AAPના ધારાસભ્ય આતિશી માર્લેના બે દિવસના ગુજરાતના પ્રવાસે છે.. આતિશી માર્લેનાએ મહત્વના મુદ્દાઓ ઉઠાવતા કહ્યું કે કે, આમ આદમી જ્યારથી બની છે ત્યારથી મહિલાઓએ ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. આમ આદમી પાર્ટીને દિલ્લીમાં લાવવા માટે શિક્ષણ નીતિએ મોટી ભૂમિકા નિભાવી છે.

AAP

આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહી છે. એ સમયે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ લાવનારાં આતિશી ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની શિક્ષણ નીતિ-પદ્ધતિ અને કામગીરી અંગેનો અભ્યાસ કરશે. જે પછી આગામી ચૂંટણીમાં શિક્ષણના મુદ્દે આપનો રોડ મેપ તૈયાર કરશે.

આતિશીએ જણાવ્યું કે, ગુજરાતની સરકારી સ્કૂલોમાં શિક્ષકોને સમય પર પગાર મળતો નથી. શિક્ષકો પાસે સરકારી અને રાજકીય કામો વધુ કરાવવામાં આવે છે ગુજરાતમાં સ્કૂલોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ રહેલ છે. જ્યારે 80 ટકા જેટલી સ્કૂલોમાં શિક્ષકો ક્લાસની બહાર જોવા મળે છે. તેમણે આ દરમિયાન જણાવ્યું છે કે, દિલ્લીની મહિલાઓ અરવિંદ કેજરીવાલ પર આ કારણોસર વિશ્વાસ કરે છે જ્યારે ઘરનું બીલ ઝીરો આવે છે. પાણીનું બીલ પણ ઝીરો આવે છે.

Related posts

વલસાડ / સરકારી જમીન પર કબ્જાની ફરિયાદ કરનાર પર હુમલો કરનારા 15 લોકો સામે નોંધાયો રાયોટીંગનો ગુનો, જાણો શું છે મામલો

Hemal Vegda

નડિયાદ / સ્કૂલમાં વિધર્મી વિદ્યાર્થીઓએ ગરબામાં ઘુસી શાંતિ ડહોળવાનો કર્યો પ્રયાસ, પ્રિન્સિપાલ અને વિધર્મી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ

Hemal Vegda

ગાંધીનગર / કાલોલ અડાલજ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, વાહનની અડફેટે એક યુવાનનું મોત, એક ગંભીર

Hemal Vegda
GSTV