દિલ્હીના આમ આદમી પાર્ટી (AAP)ના મંત્રી અને નેતા સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે. જેલમાંથી ઘણા બધા વીડિયો બહાર આવી રહ્યા છે. જેમાં આ આપણા મંત્રી જેલ માં પણ જલસા કરતા જોવા મળી રહ્યા છે. હવે રવિવારે એક નવો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના સેલની સફાઈ કરવામાં આવી રહી છે. સત્યેન્દ્ર જૈનની બેરેકની સફાઈની સાથે લોકો ત્યાં તેમના પલંગ પણ મૂકતા જોવા મળે છે. આ પહેલા સત્યેન્દ્ર જૈન તિહાર જેલના સસ્પેન્ડેડ સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તિહાર જેલમાંથી અત્યાર સુધીમાં સત્યેન્દ્ર કુમારના 4 વીડિયો સામે આવ્યા છે.

તિહાર જેલમાંથી બહાર આવેલા આ વીડિયોને લઈને વિરોધ પક્ષો AAP મંત્રી સત્યેન્દ્ર જૈન પર પ્રહારો કરી રહ્યા છે. આ પહેલા સત્યેન્દ્ર જૈનના ત્રણ વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરાવી રહયા હતા. બીજા વીડિયોમાં હોટેલમાંથી મંગાવેલા ફૂડની માજા માણતા જોવા મળ્યા હતા. જયારે ત્રીજા વીડિયો શનિવારે આવ્યો હતો. જેમાં સત્યેન્દ્ર જૈન તિહાર જેલના સસ્પેન્ડેડ સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે સેલમાં વાત કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે અજીત કુમારને આ મહિનાની શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમના પર સત્યેન્દ્ર જૈનને જેલમાં VIP સુવિધાઓ આપવાનો આરોપ હતો.
#WATCH | CCTV video emerges of housekeeping services going on in the cell of jailed Delhi minister and AAP leader Satyendar Jain. Later, he can also be seen interacting with people in his cell. pic.twitter.com/tw17pF5CTQ
— ANI (@ANI) November 27, 2022
તમને જણાવી દઈએ કે જેલમાંથી સત્યેન્દ્ર જૈનના ત્રીજા વીડિયોને લઈને દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ટ્વીટ કર્યું હતું કે, “જેલ મંત્રીનો શાહી દરબાર યોજાઈ રહ્યો છે.. અને હવે જેલ સુપરિન્ટેન્ડેન્ટ હાજરી આપવા આવ્યા છે. કોઈ કમી ન હોવી જોઈએ. રોયલ રહો.” AAP સરકારે આ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે છટાદાર રીતે!” આ સિવાય દિલ્હી બીજેપી ઉપાધ્યક્ષ સુનીલ યાદવે AAP મંત્રી સત્યેન્દ્ર જૈનના નવા વીડિયો પર ટ્વીટ કર્યું અને લખ્યું- “કેજરીવાલનું દિલ્હી મોડલ! જેલ અધિક્ષક હવે તિહાર જેલમાં બંધ કેદીની રિપોર્ટ પણ કરશે. ભ્રષ્ટ સત્યેન્દ્ર જૈન પોતાના પદ પરથી રાજીનામું આપશે. જેલ મંત્રીનું. તદ્દન દુર્વ્યવહાર.”
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ