GSTV
Home » News » દિલ્હી: અમિત શાહની સામેજ CAAનો વિરોધ કરી રહેલા યુવકને લોકોએ માર માર્યો

દિલ્હી: અમિત શાહની સામેજ CAAનો વિરોધ કરી રહેલા યુવકને લોકોએ માર માર્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સામેજ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાનૂન (CAA)નો વિરોધ કરવાવાળા એક યુવકને લોકોએ માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમિત શાહ રવિવારે દિલ્હીનાં બાબરપુર વિસ્તારમાં એક જનસભા ને સંબોધિત કરા રહ્યા હતા, તે દરમ્યાન એક યુવક (CAA)ને પાછો ખેંચવાની માંગ કરવા લાગ્યો તો હાજર આસપાસનાં લોકોએ તેને ઝડપીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ તમામ ઘટના વચ્ચે અમિત શાહે સિક્યોરીટીને સૂચના આપી અને જણાવ્યું કે સિક્યુરીટી તેને સહી સલામત લઈને જાય.

આ વિસ્તારમાં જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી CAA લઈને આવ્યા પરંતુ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની તેનો સતત વિરોધ કરી રહ્યા છે. દિલ્હીમાં હુલ્લડ કરાવ્યા, લોકોને ઉકાસવ્યા, ભડકાવ્યા, ગુમરાહ કર્યા, બસો સળગાવી, કારો સળગાવી. આ લોકો જો ફરીથી સત્તા પર આવશે તો દિલ્હી સુરક્ષિત રહેશે નહી.

સત્તા પર આવશે તો દિલ્હી સુરક્ષિત રહેશે નહી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા અમિત શાહે જણાવ્યું કે 5 વર્ષ પહેલા કોજરીવાલ દિલ્હી સરકારમાં આવ્યા હતા, ત્યારે જે વાયદા કર્યા તે વાયદા હવે તેઓ યાદ કરવા નથી ઈચ્છતા. વાયદો કર્યો હતો કે જન લોકપાલ લાવીશું, આ અન્નાજી સાથે ધરણા પર બેઠા, તેમનાં આંદોલનની મલાઈ ખાઈ ગયા મુખ્યમંત્રી બની ગયા અને જનલોકપાલની જગ્યાએ સાધારણ લોકપાલ લઈને આવ્યા.

READ ALSO

Related posts

ફ્લાઈટમાં સરખી રીતે તો બેસો ! હવે તો સરકાર પણ કંટાળી

Pravin Makwana

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel

ઇન દિવારો સે સાફ જાહિર હૈ, વો દિખાવે મેં ખૂબ માહિર હૈ, થરૂર ગુજરાતના ફોટા જોઈ શાયર બની ગયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!