GSTV

અલર્ટ / તમારા ફોનમાં છે આ 8 ખતરનાક એપ્લિકેશન, તો તરત કરી દો ડિલીટ: નહીંતર ‘Joker’ ડેટા ચોરી કરી લેશે

Last Updated on June 19, 2021 by Zainul Ansari

જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા હોવ તો અલર્ટ થઇ જાવ. તમારા ફોનમાં ઘણી એવી એપ્લિકેશન હોઇ શકે છે, જેના પર માલવેર અટેક થઇ ચુક્યો છે. એવામાં તમારી અંગત જાણકારી કોઈ પણ બહાર જોઇ શકે છે.

એન્ડ્રોઇડ યુઝર્સને પહેલા પણ નુકશાન પહોંચાડ્યું

મળતી માહિતી મુજબ એન્ડ્રોઇડ પર હુમલા કરતા આ માલવેરનું નામ Joker છે. આ માલવેર પહેલા પણ ઘણી વખત એન્ડ્રોઇડ યુઝરને નુકશાન પહોંચાડી ચુક્યુ છે. ગૂગલે આ માલવેર સાથે સંબંધિથ ઘણી એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી દૂર કરી છે, પરંતુ યુઝર્સને અલર્ટ રહેવુ જરૂરી છે.

માલવેર વપરાશકર્તાના ડેટાની ચોરી કરે છે

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા દરમિયાન માલવેરનો ફોનમાં પ્રવેશ એ સામાન્ય બાબત છે. તેનાથી બચવા માટે ફોન, લેપટોપ, કોમ્પ્યુટરમાં એન્ટી વાયરલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવીએ છીએ. ઘણી વખત આ માલવેર એટલુ ખતરનાક હોય છે કે યુઝર્સના ડેટા ચોરીની સાથે તેમને ઘણુ નુકશાન પણ પહોંચાડે છે.

બીજા પાસે જાય છે જાણકારી

ટેક એક્સપર્ટોનું કહેવુ છે કે Joker માલવેર વપરાશકારના ડેટા ચોરી કરે છે. તેમાં SMS, કોન્ટેક્ટ લિસ્ટ, ડિવાઇસની જાણકારી, ઓટીપી વગેરે સામેલ છે. એવામાં વપરાશકારને તરત આ પ્રકારના માલવેર સાથે સંબંધિત એપ્લિકેશનને તરત તમારા ફોનમાંથી ડિલીટ કરી દો. જો આ એપ્લિકેશન ફોનમાં ઉપલબ્ધ રહેશે, તો તમારા ડેટાની સરળતાથી ચોરી થતી રહેશે.

આ એપ્લિકેશનને તરત ડિલીટ કરો

જો તમારા ફોનમાં આ 8 એપ્લિકેશન ઇન્સ્ટોલ છે, તો તેને તરત ડિલીટ કરી દો. આ એપ્લિકેશનનું નામ Auxiliary Message, Fast Magic SMS, Free CamScanner, Super Message, Element Scanner, Go Messages, Travel Wallpapers અને Super SMS છે. આ એપ્લિકેશન દ્વારા તમારા ડેટાની ચોરી થઇ શકે છે.

ફોનને નિયમિત ચેક કરો

તમે તમારા ફોનને નિયમિત રીતે ચેક કરો છો અને તેમાં ઉપલબ્ધ દરે એપ્લિકેશનને ચેક કરો. જો કોઈ એપ્લિકેશન તમારા વધારે કામની નથી, તો તેને તરત ડિલીટ કરી દો. સાથે જ તેના સબ્સક્રિપ્શનની પણ તપાસ કરતા રહો. જો કોઈ અનવોન્ટેડ એપ્લિકેશન ફોનમાં છે, તો તેને તરત ડિલીટ કરી દો.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!