GSTV
India ટોપ સ્ટોરી

કોંગ્રેસે રાફેલ ડીલ મામલે કેગ બાદ CVC દ્વારા તપાસની કરી માગ

રાફેલ ડીલ મામલે કોંગ્રેસ કેગ બાદ CVC દ્વારા તપાસ કરવાની માંગ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ રાફેલ ડીલની તપાસ CVCના દરબારમાં લઈ જવાની તૈયારી કરી રહી છે. ગત્ત સપ્તાહે કોંગ્રેસના નેતાઓએ કેગની મુલાકાત કરી રાફેલ ડીલ મામલે થયેલી અનિયમિતતાની તપાસ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ રાફેલ ડીલમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કરી રહી છે.

કોંગ્રેસનો આક્ષેપ છે કે, પીએમ મોદીએ ગોપનીયતાની શપથનું ઉલ્લંઘન કર્યુ  છે.જેથી  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  નાણા પ્રધાન અરૂણ જેટલીએ જુઠ્ઠું બોલી રહ્યા છે. મહત્વનું છે કે, રાફેલ ડીલ મામલે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે આપેલા નિવેદન બાદ કોંગ્રેસ રાફેલ ડીલ મામલે સરકારને ઘેરી રહી છે. જેથી કોંગ્રેસ ગોટાળાના આક્ષેપ સાથે સીવીસી તપાસની માંગ કરી રહી છે.

 

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

શ્રીનગર / સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સૈન્ય- આંતકીઓ વચ્ચે અથડામણ, 1 પોલીસ જવાન ઘાયલ

Hardik Hingu

રાજસ્થાન / દલિત-માનવ અધિકાર સંગઠનોએ સીએમને પત્ર લખીને કરી આ માંગણી

Hardik Hingu
GSTV