ભારતીય હવામાન વિભાગએ કહ્યુ કે ચોમાસામાં વિલંબથી ઉત્તર ભારતમાં ડાંગરની વાવણી પર અસર થશે. હવામાન વિભાગ અનુસાર ચોમાસુ પોતાની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ જઈ રહ્યુ છે અને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ગંગાના કિનારાના અમુકસ્થળે વરસાદ જોવા મળશે. ચોમાસાનુ આ રીતે વચ્ચે રોકાવુ અને ડાંગરની વાવણી પ્રભાવિત થવાથી ખાદ્ય ચીજોના ભાવો પર અસર પડશે.

ચોમાસુ જ્યારે પોતાની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ જાય તો મેદાની વિસ્તારોમાં વરસાદ આવે છે. જ્યારે તે પોતાની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ જાય તો હિમાલયની તળેટી વાળા વિસ્તારોમાં વરસાદ પડે છે.
ડાંગરના પાકને ખૂબ અસર
રિપોર્ટ અનુસાર આગામી એક અઠવાડિયા સુધી સમગ્ર દેશમાં ચોમાસાની રફ્તાર ધીમી પડવાની છે. અત્યારે વાવણીની સિઝન હોવાથી સુસ્ત ચોમાસાની અસર આની પર પડશે. મોંઘવારી વચ્ચે વાવણીમાં મોડુ થવાથી આગામી સમયમાં ખાદ્ય પદાર્થોના ભાવ વધે તેવી શક્યતા છે.
ઓછા વરસાદના કારણે ડાંગરના પાકને ખૂબ નુકસાન પહોંચ્યુ છે. ઓગસ્ટના મધ્ય સુધી મોટાભાગના ભારતમાં કોઈ વાવણી થશે નહીં અને આનો પ્રભાવ ખેડુતો પર પડશે. રવી પાકની વાવણીમાં પણ મોડુ થાય તેવી શક્યતા છે.
શુ છે ભારતમાં ચોમાસાની સ્થિતિ
IMDએ કહ્યુ કે ભારતમાં અત્યાર સુધી ચોમાસુ સામાન્યથી 9 ટકા વધારે રહ્યુ છે. જોકે, પૂર્વી ભારત અને ઉત્તર-પૂર્વી ભારતમાં આ 16 ટકા ઓછુ રહ્યુ છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં 4 ટકા વધારે, મધ્ય ભારતમાં 21 ટકા વધારે અને દક્ષિણ પ્રાયદ્વીપમાં આ 28 ટકા વધારે રહ્યુ છે.
જુલાઈમાં વરસાદની આ સ્થિતિ રહી છે. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારત સિવાય અન્ય સ્થળોએ ચોમાસુ સામાન્ય કરતા વધારે રહ્યુ છે. શુક્રવારે ડાંગર ઉત્પાદન કરનાર ગંગાના મેદાની વિસ્તારમાં લગભગ 40 ટકા વરસાદનો ઘટાડો નોંધવામાં આવ્યો. ઝારખંડ, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશમાં 47-52 ટકા ઘટાડો નોંધવામાં આવ્યો.
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ
- Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ
- તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા
- ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ