GSTV

ચારધામ યાત્રિઓ માટે મહત્વની સૂચના/ બદરીનાથ-કેદારનાથ સહિતના ધામને બંધ રખાશે, કપાટ બંધ કરવાનું આ રહ્યુ શિડ્યૂલ

જો તમે નવેમ્બર મહિનામાં ચારધામ યાત્રા અંતર્ગત ઉત્તરાખંડમાં બદરીનાથ-કેદારનાથ સહિતની જગ્યાઓએ દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો,તો આ ખબર આપના માટે એકદમ કામની છે. ઉત્તરાખંડમાં ચારધામના કપાટ શિયાળા દરમિયાન બંધ થવાની તારીખો આવી ગઈ છે. જે અંતર્ગત હવે અલગ અલગ તારીખોમાં કપાટ બંધ કરવાનું શિડ્યૂલ આવી ગયુ છે. બદરીનાથ ધામના કપાટ 19 નવેમ્બરે સાંજે 3 કલાકને 35 મિનિટે બંધ કરી દેવામાં આવશે.

જ્યારે કેદારનાથ ધામના કપાટ 16 નવેમ્બર સવારે 8.30 કલાકે બંધ થશે. યમુનોત્રી ધામના કપાટ ભાઈબીજના રોજ 16 નવેમ્બરે પૂર્વાહનમાં બંધ થશે. ગંગોત્રી ધામ અન્નકૂટના અવસર પર 15 નવેમ્બર કપાટ બંધ થશે. આ ઉપરાંત દ્વિતિય કેદાર મદ્મહેશ્વરજીના કપાટ 19 નવેમ્બર સવારે 7 કલાકે બંધ થશે. તૃતિય કેદાર તુંગનાથજીના કપાટ 4 નવેમ્બર સવારે 11.30 કલાકે બંધ થશે.

મેળો 22 નવેમ્બરે

ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડ માટે મીડિયા પ્રભારી દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ મદ્મહેશ્વર મેળો આ વખતે 22 નવેમ્બરના રોજ આયોજીત કરવામાં આવશે. જણાવી દઈએ કે, દર વર્ષે શિયાળામાં બદરીનાથ તથા કેદારનાથ સહિત અન્ય ધામોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય તે માટે પહેલાથી જ શિડ્યૂલ જાહેર કરવામાં આવે છે. આ વખતે પણ નવેમ્બર મહિનામાં કપાટ બંધ રાખવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah

ખેડૂત આંદોલનને લઈને બોલિવૂડમાં જંગ છેડાઈ, કંગના અને દિલજીત વચ્ચે સોશિયલ મીડિયા પર થઈ ગાળાગાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!