GSTV
Home » News » દક્ષિણ ભારત બાદ હવે ઉતર ભારતમાં મેઘરાજાની ઈનિંગ શરૂ, ઉતરાખંડમાં આભ ફાટ્યું

દક્ષિણ ભારત બાદ હવે ઉતર ભારતમાં મેઘરાજાની ઈનિંગ શરૂ, ઉતરાખંડમાં આભ ફાટ્યું

દક્ષિણ ભારત બાદ હવે ઉત્તર ભારતના રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તરાખંડના મોરી બ્લોક વિસ્તારમાં વાદળ ફાટતા એક મહિલાનું મોત થયું છે. જ્યારે પાંચ જેટલા લોકો નદીમાં તણાવાયા છે. અને બે લોકો લાપતા થયા છે. મંડી અને કુલ્લુ પણ વરસાદના કારણે પ્રભાવિત થયા છે.

નેશનલ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. વ્યાસ નદીમાં પૂર આવતા રસ્તાઓ ધોવાયા છે. રિબ્બા અને કિન્નૂરમાં વરસાદથી ભૂસ્ખલનની ઘટના પણ બની છે. તો આ તરફ ઉત્તરાખંડના ઉત્તરકાંશીમાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યુ છે વરસાદથી મકુડી અને ડિગોલીમાં કેટલાક મકાનને નુકશાન થયુ છે. તો આ તરફ દિલ્હીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવારે પણ શરૂ રહ્યો હતો. વરસાદના કારણે રાજધાનીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. હરિયાણામાંથી પાણી છોડવામાં આવતા યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. દિલ્હી બાદ પંજાબમાં પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ભાખરા ડેમની જળસપાટી વધી છે. જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

READ ALSO

Related posts

હોલીવુડ સ્ટાર બ્રાડ પીટને આવી ચંદ્રયાન-2ની યાદ, એસ્ટ્રોનોટને પૂછ્યું શું તમે વિક્રમ લેન્ડરને જોયું?

pratik shah

ફારૂક અબ્દુલ્લાનાં સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, સોશ્યલ મીડિયા પર સરકાર સામે બાંયો ચડાવી

Riyaz Parmar

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પત્નીએ પીએમ મોદીને ‘રાષ્ટ્રપિતા’ કહેતા વિવાદ, ટ્વિટર પર થઈ ટ્રોલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!