GSTV
Gandhinagar Trending ગુજરાત

દહેગામના હિલોલ વાસણા ગામ ચૂંટણી આવે તેનો બહિષ્કાર કરશે

Lok Sabha elections date

દહેગામને અડીને આવેલા હિલોલ વાસણા ગામે હવે જે પણ ચૂંટણી આવે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. કારણકે આ ગામની વ્યથાને વર્ષોથી વ્યકત કરવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરાઇ નથી.ત્યારે શું છે હિલોલ વાસણા ગામે રહેતા લોકોની હેરાનગતિ.

રસ્તો જોઇને કોઇપણ મોં ફેરવી લે. પરંતુ હિલોલ વાસણા ગામમાં રહેતા લોકો બીચારા ક્યાં જાય. તેઓને તો આજ કાદવમાંથી પસાર થવું જાણે જિંદગી બની ગઇ છે. ત્યાં સુધી કે ભવિષ્યસમા વિદ્યાર્થીઓ પણ આજ કાદવ ખૂંદતા અભ્યાસ માટે જવા મજબૂર છે.

આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરી ચૂકેલા હિલોલ વાસણા ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે બધા આવે છે ચૂંટણી બાદ કોઇ ફરકતું નથી.અને સ્થિતી એવી છે કે વર્ષોથી તેઓને આવી જ રીતે કાદવમાં જ જીવન વ્યતીત કરવું પડી રહ્યુ છે

ગામમાં કોઇ બીમાર હોય ત્યારે વધારે વિકટ સ્થિતી સર્જાય છે તો આ ગામમાં 100 ટકા શૌચાલય માત્ર કાગળ પર બન્યા છે તેમાં પણ કૌભાંડ થયાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.સ્થાનિકોએ તો હવે ચૂંટણીના બહિષ્કાર સુધીની ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે હિલોલ વાસણા ગામની આ સ્થિતીમાં ક્યારે સુધાર આવશે તે જોવાનું મહત્વનું બની રહેશે.

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV