GSTV

જાણો રિસોર્ટ જેવો અનુભવ કરાવતી સરકારી શાળા વિશે

Last Updated on July 23, 2019 by Alap Ramani

સરકારી શાળાનું નામ પડતાં જ લોકોના મનમાં સામાન્ય શાળાની છબી ઉભી થતી હોય છે પણ ગાંધીનગરના દહેગામ તાલુકામાં એક એવી શાળા છે. જે કોઈ રિસોર્ટથી કમ નથી. શાળામાં કુદરતી સૌન્દર્ય જોઈ સ્વર્ગની અનુભૂતિ ચોક્કસથી થઇ જાય એ શાળા છે આંત્રોલી ગામની ગ્રીન શાળા.

આંત્રોલીની સરકારી શાળામાં પ્રવેશ કરતા જ રિસોર્ટમાં પ્રવેશ કર્યો હોય તેવો અહેસાસ થાય છે. શાળામાં આધુનિક વિશાળ ગાર્ડન કિચન ગાર્ડન અને વિવિધ ફળનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે જ રનિંગ ટ્રેક, વેસ્ટ ટાયરમાંથી બનાવેલી ખુરશી, વિવિધ ચિત્રો, સ્વિમિંગ પુલ સહિત બાળકો માટેની મધ્યાહન ભોજનની વ્યવસ્થા આર્કષણ જમાવે એવી છે.

શાળામાં 1થી 8 ધોરણમાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે અને આંત્રોલી ગામમાં માત્ર 600 જેટલા જ લોકો વસવાટ કરે છે. આચાર્ય વસંતભાઈ અને તેમના સ્ટાફે કરેલા અવિરત પ્રયાસોના ફળરૂપે ખાનગી શાળાને ટક્કર મારે તેવી ટનાટન શાળા બનાવી દીધી છે અને લોક ફાળાના નવ લાખ રૂપિયાથી પ્રાર્થના હોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

હજુ પણ આવનારા દિવસોમાં શાળાનો પોતાનો બોરવેલ, ઓપન ક્લાસ રૂમ પ્રોજેક્ટની વ્યવસ્થા હાથ ધરવામાં આવનાર છે. એટલે ચોક્કસ કહી શકાય કે રિસોર્ટ જેવો અનુભવ સ્કૂલમાં કરવો હોય તો દહેગામ તાલુકાના આંત્રોલી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેવી જ રહી.

Related posts

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah

જગતનો તાત ચિંતામાં: કમોસમી વરસાદે પરિસ્થિતિ કરી કફોડી, ખેડૂતો પર પડયા પર પાટુ જેવો ઘાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!