GSTV
Home » News » હવે પાસિંગ માર્કેસે પણ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મળી જશે

હવે પાસિંગ માર્કેસે પણ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મળી જશે

degree pharmacy

ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટેની લાયકાતમાં આ વર્ષે મોટો કરવામા આવ્યો છે.ફાર્મસી કાઉન્સિલ દ્વારા તો પહેલેથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે લઘુત્તમ ટકાવારી રાખવામા આવી નથી પરંતુ એઆઈસીટીઈ દ્વારા ઈજનેરીની જેમ ફાર્મસી માટે પણ ઓપન કેટેગરીમાં ૪૫ ટકા અને અનામત કેટેગરીમાં ૪૦ ટકા લઘુત્તમ ટકાવારી રાખવામા આવી હતી ત્યારે એઆઈસીટીઈએ ફાર્મસી કાઉન્સિલના નિયમને માન્ય રાખ્યો છે.

ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ફાર્મસીના પ્રવેશ માટે અત્યાર સુધી એઆઈસીટીઈના નિયમ પ્રમાણે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૪૫ ટકા અને અનામત કેટગરીના વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા હોવા ફરજીયાત છે.પરંતુ એઆઈસીટીઈએ નવા નિયમોમાં ડિગ્રી ફાર્મસીમાં લઘુત્તમ પ્રવેશ લાયકાત દૂર કરતા હવે પાસિંગ માર્કસે પણ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ આપવામા આવશે. ડિપ્લોમા ફાર્મસીમાં તો પાસિંગ માર્કસે જ પ્રવેશ આપવામા આવે છે ત્યારે ડિપ્લોમાની જેમ હવે ડિગ્રી ફાર્મસીમાં પણ પાસિંગ માર્કસે અને કોઈ પણ લઘુત્તમ પ્રવેશ લાયકાત વગર સરકારની પ્રવેશ સમિતિ (એસીપીસી)દ્વારા પ્રવેશ આપવામા આવશે.

મહત્વનું છે કે ફાર્મસી કાઉન્સિલ દ્વારા પ્રવેશ લાયકાત રાખવામા આવી નથી પરંતુ ફાર્મસી કોર્સ ટેકનિકલ કોર્સ હોવાથી એઆઈસીટીઈના રેગ્યુલેશનમાં પણ હોવાથી એઆઈસીટીઈની લઘુત્તમ ટકાવારી વગર પ્રવેશની મંજૂરી ન હતી. જો કે એક બીજાની વેરી એવી ફાર્મસી કાઉન્સિલ અને ટેકનિકલ એજ્યુકેશન કાઉન્સિલ (એઆઈસીટીઈ) હવે ધીરે ધીરે સાથે મળીને કામ કરી રહી હોઈ આ વર્ષથી નવી કોેલેજોના ઈન્સપેકશનમાં બંને કાઉન્સિલો દ્વારા પોત-પોતાના એક એક મેમ્બર સાથે મોકલવામા આવે છે.

આમ બંને કાઉન્સિલોએ વચ્ચે મંજૂરી સહિતની પ્રક્રિયામાં સમાનતા બનતા ડિગ્રી ફાર્મસીમા પ્રવેશ આ નિર્ણયને એઆઈસીટીઈએ માન્ય રાખ્યો છે.મળતી માહિતી મુજબ એઆઈસીટીઈ અને ફાર્મસી કાઉન્સિલ સાથે હવે આર્કિટેકચર કાઉન્સિલ મંજૂરી પ્રક્રિયા એક સાથે રહીને કામ કરવા માટે તૈયાર થઈ છે. ફાર્મસીમાં ગત વર્ષે ૪૫ ટકાની પ્રવેશ લાયકાત હોવા છતાં પણ ૧૮ હજારથી વધુ રજિસ્ટ્રેશન થયુ હતુ ત્યારે આ વર્ષે પ્રવેશ લાયકાતનો નિયમ દૂર થતા રજિસ્ટ્રેશન વધશે અને પ્રવેશ વધશે.

READ ALSO

Related posts

ઈન્ફોસિસના 60 કરોડપતિ એક્ઝિક્યુટિવ્સ,વર્ષે અધધધ આટલા રૂપિયાનો પગાર!

Path Shah

બર્ગરમાં હતા કાચના ટૂકડા, પછી થયું એવું કે…..

Path Shah

દિલ્હીમાં ફરી ગેંગવોર, Tik-Tok ઉપર 5 લાખ ફોલોઅર ધરાવતા શખ્સની હત્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!