GSTV

ખુશખબર/ ડિગ્રી ઈજનેરીના વિદ્યાર્થીઓને રિઝલ્ટમાં મળી રાહત, આ પોઈન્ટ નહીં હોય તો પણ મળશે બીઈની ડિગ્રી

વિદ્યાર્થી

Last Updated on June 5, 2021 by Damini Patel

ડિગ્રી ઈજનેરીના વિદ્યાર્થીઓમાં ટેકનિકલ કોર્સના અભ્યાસ સાથે અન્ય પ્રવૃત્તિઓનુ પ્રમાણ વધે અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે એઆઈસીટીઈની ગાઈડલાઈન મુજબ જીટીયુ દ્વારા ૨૦૧૫-૧૬થી અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓના ૧૦૦ પોઈન્ટ નક્કી કરાયા છે અને જે ડિગ્રી મેળવવા માટે ફરજીયાત છે ત્યારે આ વર્ષે જીટીયુ દ્વારા કોરોનાને લઈને આ નિયમમાં ખાસ છુટ અપાઈ છે.

ડિગ્રી ઈજનેરીના વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦ એક્ટિવિટી પોઈન્ટના નિયમમાં છુટ આપવા જીટીયુમાં ખાસ રજૂઆતો પણ કરવામા આવી હતી. જેને લઈને જીટીયુ દ્વારા આ વર્ષ માટે ૧૦૦ એક્ટિવિટી પોઈન્ટના નિયમમાં છુટ આપવા નિર્ણય કરાયો છે.આ માટે વિદ્યાર્થીઓ-કોલેજો જોગ પરિપત્ર પણ કરી દેવાયો છે. જીટીયુના આ નિર્ણયથી ડિગ્રી ઈજનેરીના ૩૩ હજાર જેટલા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. જીટીયુ દ્વારા ૨૦૧૫-૧૬થી ૧૦૦ એક્ટિવિટી પોઈન્ટનો નિયમ કરવામાં આવ્યો છે.

જેમાં ડિગ્રી ઈજનેરી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગના ચાર વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીએ યુથ ફેસ્ટિવલ, ટેક ફેસ્ટ, સેમિનારો, એનસીસી, સ્પોર્ટસ ઈવેન્ટસ તથા અન્ય સોશિયલ એકટિવિટી સહિતની અન્ય ઈત્તર પ્રવૃત્તિઓ કરીને ફરજીયાતપણે ૧૦૦ પોઈન્ટ કરવાના હોય છે. જો આઠમાં સેમેસ્ટર સુધી ૧૦૦ પોઈન્ટ ન થયા હોય તો વિદ્યાર્થીને બી.ઈની ડિગ્રી આપવામાં આવતી નથી. વિદ્યાર્થીને પાસ કરી દેવાય છે પરંતુ તેની ડિગ્રી અટકાવવામાં આવે છે.

કોરોનાને લીધે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સ્પોર્ટસ, યુથ ફેસ્ટિવલ અને એનસીસી સહિતની જાહેર પ્રવૃતિઓ બંધ છે તેમજ કાર્યક્રમો બંધ છે ત્યારે વિદ્યાર્થીઓ એકટિવિટી કરી શકતા નથી. જેથી ખાસ છુટ આપવા માંગ કરાઈ હતી. જેને પગલે જીટીયુ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ડિગ્રી ઈજનેરીના જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ૮મા સેમેસ્ટરની પરીક્ષા આપી છે તેઓને ૧૦૦ એક્ટિવિટી પોઈન્ટ નહી હોય તો પણ ડિગ્રી માટે લાયક કરી દેવામા આવશે.

Read Also

Related posts

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!