GSTV
Home » News » VIDEO : રાજનાથ સિંહની સ્વદેશી વિમાન તેજસમાં ઉડાન

VIDEO : રાજનાથ સિંહની સ્વદેશી વિમાન તેજસમાં ઉડાન

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બેંગાલુરૂમાં સ્વદેશી વિમાન તેજસમાં ઉડાન ભરી. તેઓ ડબલ સીટ વાળા વિમાનમાં સવાર થયા. જેના માટે તેઓ વાયુસેનાનો ડ્રેસમાં સજ્જ થયા હતા. તેજસ 45મી સ્ક્વાર્ડન ફ્લાઈગ ડ્રૈગર્સનો એક ભાગ છે. તેજસને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા વિકસિત કરવામાં આવ્યુ છે.

તેજસ ત્રણ વર્ષ પહેલા વાયુસેનામાં સામેલ થયુ હતુ. હવે તેજસનુ અપગ્રેડ વર્ઝન  આવ્યુ  છે. તેજસે પોતાની પહેલી ઉડાન ચાર જાન્યુઆરી, 2001મા ભરી હતી.  તેજસથી પાકિસ્તાન અને ચીન પણ ડરે છે. કેમ કે, હવાથી હવા અને જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે. તેજસે નૌસેનામાં સામેલ થવા માટેની પરીક્ષા પણ ગત દિવસે પાસ કરી છે. એચએએલના અધિકારીઓએ ગોવાના દરિયા કિનારાના વિસ્તારમાં તેજસનું અરેસ્ટ લેન્ડિંગ કરાવ્યુ.. જે બાદ તેજસ નેવીમાં સામેલ થવા માટે સજ્જ થયુ છે.

તેજસ સ્વદેશી યુદ્ધ વિમાન સાથે આધુનિક ટેક્નોલોજિથી સજ્જ છે. હવાથી હવા અને જમીન પર હુમલો કરવા તેજસની સાથે કોઈ યુદ્ધ વિમાન આવી શકે તેમ નથી.

READ ALSO

Related posts

મંદીની વચ્ચે મોદી સરકારનાં આ નિર્ણયથી IMF ખુશ, કહ્યુ-રોકાણ વધશે

Mansi Patel

સરકારમાં ગુજરાતી IPS અધિકારીઓનો દબદબો, મોદીએ વિશ્વાસુઓને બોલાવી લીધા દિલ્હી

Nilesh Jethva

યોગી સરકારનાં આદેશ પર કરાઈ છટણી, આગરા અને એટામાંથી 550 હોમગાર્ડ હટાવાયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!