GSTV

રાજનાથ સિંહ આજે 10 વાગે કરશે મહત્વની ઘોષણા, રક્ષા મંત્રાલયે આપી જાણકારી

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે 10 વાગે મહત્વની જાહેરાત કરશે. રક્ષા મંત્રાલય કાર્યાલય દ્વારા રવિવાર સવારે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. ફ્રાન્સના લડાકુ વિમાન ભારત પહોંચ્યા બાદ પહેલી વાર આજે રક્ષા મંત્રીની જાહેરાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

રક્ષા મંત્રાલય જાહેર કરી શકે છે એક મહત્વનું લિસ્ટ

માનવામાં આવી રહ્યું છે કે રક્ષા મંત્રાલય જલ્દી જ એક નેગેટિવ આર્મ્સ લિસ્ટ જાહેર કરવા જય રહ્યું છે. જે અંતર્ગત કેટલાંક હથિયારોની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે હથિયારોના પ્રોડક્શનને લઈને ઘરેલુ ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે આર્મ્સ એક્ટનો વિસ્તાર કરવામાં આવવો જરૂરી છે.

રાજનાથના સંબોધન પહેલા પાકિસ્તાનની નાપાક હરકત

ભારત-ચીન તણાવ વચ્ચે હવે પાકિસ્તાન તેની નાપાક હરકતો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ગુજરાતની સરહદ પાસે આવેલું ભોલારી એરબેઝ અપગ્રેડ કરી ત્યાં 28 જેટલા એફ-16 વિમાનો તૈનાત કરી દીધા છે. 2018માં આ એરબેઝનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. એ હવે લગભગ પૂર્ણ થવા  આવ્યું છે.

આ સ્થળે 1965ના યુદ્ધ વખતે ભીષણ જંગ ખેલાયો

આ સ્થળે 1965ના યુદ્ધ વખતે ભીષણ જંગ ખેલાયો હતો. એ એરબેઝને હવે પાકિસ્તાને અપગ્રેડ કર્યું છે. વધુ વિમાનો શમાવી શકાય એ માટે હેન્ગર, અન્ડરગ્રાઉન્ડ બંકર્સ, રન-વે સહિતના બાંધકામો ઉભા કરાયા છે. આ એરબેઝ કચ્છ સરહદથી માંડ સવાસો કિલોમીટરના અંતરે છે. તો વળી અમદાવાદ-વડોદરા જેવા શહેરો છસ્સો કિલોમીટરથી વધારે દૂર નથી થતા.

MUST READ:

Related posts

ફફડાટ/ કોરોના વેક્સિન નહીં શોધાય તો વકરશે: 400 કરોડ લોકોને લાગશે ચેપ, 30 કરોડનાં થશે મોત

Ankita Trada

જમ્મૂ-કશ્મીરને મોદી સરકારની ભેટઃ 1350 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર, વિજળી પાણી બીલ તોતિંગ ડિસ્કાઉન્ટ

Ankita Trada

ઓ બાપલા શું કરીએ…સરકારની રાહ જોઈ જોઈને થાક્યા અને ખર્ચ પણ માથે પડ્યો, ખેડૂતે ભારે હ્દયે 30 વીઘામાં સગળાવી દીધી મગફળી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!