રક્ષામંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે, ભારતીય મુલ્યોમાં દરેક ધર્મને સમાન માનવામાં આવે છે અને તે કારણે જ આપણો દેશ ધર્મનિરપેક્ષ છે અને તે પાકિસ્તાનની જેમ ધર્મશાસિત ક્યારેય નથી બન્યો. દિલ્હીમાં NCCના પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષ્યમાં આયોજીત શિબિરમાં રક્ષામંત્રીએ કહ્યું કે, આપણે કહીએ છીએ કે આપણે ધર્મો વચ્ચે ભેદભાવ નહી કરીશું તો આપણે એવું શા માટે કરીશું? આપણાં પાડોશી દેશ તો તે જાહેરાત કરી ચૂક્યું છે કે, તેમનો એક ધર્મ છે. તેમણે પોતાને ધર્મશાસિત દેશ જાહેર કર્યો છે. આપણે આવી જાહેરાત નથી કરી.

તેમણે કહ્યું કે, ત્યાં સુધી કે અમેરીકા પણ ધર્મશાસિત દેશ છે. ભારત એક ધર્મશાસિત દેશ નથી. શા માટે? કારણ કે, આપણાં સાધુ-સંતોએ ન માત્ર આપણી સીમાઓની અંદર રહેતા લોકોને પોતાના પરિવારનો ભાગ માન્યો પરંતુ સમગ્ર દુનિયામાં રહેતા લોકોને તેમણે એક પરિવાર ગણાવ્યો.

તેમણે તે પણ ભારપૂર્વક કહ્યું કે, ભારતે ક્યારેય તે જાહેરાત નથી કરી કે તેનો ધર્મ હિંદુ, શિખ કે બૌદ્ધ હશે. તેમણે કહ્યું કે, દરેક ધર્મના લોકો અહીં રહી શકે છે. રક્ષામંત્રીએ કહ્યું કે, તેમણે વસુધૈવ કુટુંબકમની ઉક્તિ આપી જેનો અર્થ છે કે, સમગ્ર વિશ્વ એક પરિવાર છે. સમગ્ર વિશ્વમાં આ સંદેશ અહીંથી જ આવ્યો છે.
READ ALSO
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો