GSTV
Home » News » આજે રક્ષા મંત્રીની સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક, ના પાક પાકને સબક શિખવવાનો ઘડાશે પ્લાન

આજે રક્ષા મંત્રીની સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક, ના પાક પાકને સબક શિખવવાનો ઘડાશે પ્લાન

પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ આજે મહત્ત્વની બેઠક યોજાવાની છે. હુમલામાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાની સમર્થનને લઇને રક્ષા મંત્રી નિર્મલા સીતારમન ભારતીય સેના, નેવી અને એરફોર્સના પ્રમુખ તેમજ ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠક બે દિવસ સુધી ચાલશે.

વિદેશ ખાતાના પ્રતિનિધિ પણ બેઠકમાં સામેલ થશે

સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પાકિસ્તાન સરહદ પરની પરિસ્થિતિ સહિત તમામ મુદ્દે ચર્ચા થશે. આ ઉપરાંત સરકાર કેટલાક મહત્ત્વના સુરક્ષા પડકારોને લઇને અધિકારીઓના પ્રતિભાવ માગશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ભારત-ચીન સરહદની સ્થિતિ સાથે સાથે ભારત સાથે જોડાયેલા ભૂ-રણનીતિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. બેઠકમાં અમેરિકા, રશિયા અને અન્ય મિત્રદેશો સહિત દુનિયાના મહત્ત્વપૂર્ણ દેશો સાથેના સંબંધો પર વિસ્તૃત ચર્ચા થશે. સૈન્ય સંબંધી પોતાના વિચારો રજૂ કરવા માટે વિદેશ ખાતાના પ્રતિનિધિ પણ બેઠકમાં સામેલ થશે.

પુલવામા હુમલાને લઇને ભારત વિશ્વની શક્તિઓને પોતાની સાથે લાવી ચૂક્યું છે

એવું મનાય છે કે અધિકારીઓને પુલવામા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા ઉઘાડી પાડવા અંગે કહેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલાને લઇને ભારત વિશ્વની શક્તિઓને પોતાની સાથે લાવી ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાના સંકેત પણ આપી ચૂક્યાં છે.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!