GSTV
Trending World Cup 2019 ટોપ સ્ટોરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બહાર : ઈંગ્લેન્ડ ફાઈનલમાં

વોક્સ અને રાશિદની ૩-૩ વિકેટ બાદ રોયના ૬૫ બોલમાં ૮૫ની મદદથી ઈંગ્લેન્ડે એકતરફી સેમિ ફાઈનલમાં ૧૦૭ બોલ બાકી હતા, ત્યારે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટથી સજ્જડ પરાજય આપીને ઘરઆંગણે ચાલી રહેલા વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા હતાશા સાથે બહાર ફેંકાયું હતુ. જ્યારે ઈંગ્લેન્ડે ઈ.સ. ૧૯૮૭ બાદ પહેલી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે રવિવારે તારીખ ૧૪મી જુલાઈએ રમાનારી આઇસીસી વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ટકરાશે. સતત ત્રીજા વર્લ્ડ કપમાં યજમાન દેશ ફાઈનલમાં પ્રવેશ્યો છે.

ઓસ્ટ્રેલિયાનો ટોસ જીતીને બેટીંગ પસંદ કરવાનો નિર્ણય આત્મઘાતી સાબિત થયો હતો અને તેઓ ૪૯ ઓવરમાં ૨૨૩માં ખખડી ગયા હતા. ફિન્ચ (૦), વોર્નર (૯) અને હેન્ડસ્કોમ્બ (૪) આઉટ થતાં ૧૪/૩ પર ફસડાયેલા ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે ૮૫ રનની લડાયક ઈનિંગ રમી હતી, તેનો સાથ આપતા કૅરીએ ૪૬, સ્ટાર્કે ૨૯ અને મેક્સવેલે ૨૨ રન કરતાં સ્કોરને ૨૨૩ સુધી પહોંચાડયો હતો. વોક્સે ૨૦ અને રાશિદે ૫૪ બોલમાં ૩-૩ વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૨૨૪ના ટાર્ગેટને આસાન બનાવતા રોયે ૬૫ બોલમાં ૮૫ અને રૂટે ૪૯* તેમજ મોર્ગને ૪૫* રન ફટકારતાં ટીમને ૩૨.૧ ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને ૨૨૬ સુધી પહોંચાડતા જીત અપાવી હતી.

સ્કોરબોર્ડ

ખેલાડીરનબોલ
વોર્નર કો.બેરસ્ટો બો.વોક્સ૧૧
ફિન્ચ એલબી બો.આર્ચર
સ્મિથ રનઆઉટ૮૫૧૧૯
હેન્ડસ્કોમ્બ બો.વોક્સ૧૨
કૅરી કો.સબ બો.રાશિદ૪૬૭૦
સ્ટોઈનીસ એલબી બો.રાશિદ
મેક્સવેલ કો.મોર્ગન બો.આર્ચર૨૨૨૩
કમિન્સ કો.રૃટ બો.રાશિદ૧૦
સ્ટાર્ક કો.બટલર બો.વોક્સ૨૯૩૬
બેહરેન્ડોફ બો.વૂડ
લાયન અણનમ
વધારાના (વાઈડ ૧૦, લેગબાય ૬)૧૬   
કુલ ૪૯ ઓવરમાં ઓલઆઉટ૨૨૩   


વિકેટનો ક્રમ :  ૧-૪ (ફિન્ચ, ૧.૧), ૨-૧૦ (વોર્નર, ૨.૪), ૩-૧૪ (હેન્ડસ્કોમ્બ, ૬.૧), ૪-૧૧૭ (કૅરી, ૨૭.૨), ૫-૧૧૮ (સ્ટોઈનીસ, ૨૭.૬), ૬-૧૫૭ (મેક્સવેલ, ૩૪.૫), ૭-૧૬૬ (કમિન્સ, ૩૭.૪), ૮-૨૧૭ (સ્મિથ, ૪૭.૧), ૯-૨૧૭ (સ્ટાર્ક, ૪૭.૨), ૧૦-૨૨૩ (બેહરેન્ડોફ, ૪૮.૬)

બોલિંગ : વોક્સ ૮-૦-૨૦-૩, આર્ચર ૧૦-૦-૩૨-૨, સ્ટોક્સ ૪-૦-૨૨-૦, વૂડ ૯-૦-૪૫-૧, પ્લન્કેટ્ટ ૮-૦-૪૪-૧, રાશિદ ૧૦-૦-૫૪-૩. 

ઈંગ્લેન્ડ

ખેલાડીરનબોલ
રોય કો.કૅરી બો.કમિન્સ૮૫૬૫
બેરસ્ટો એલબી બો.સ્ટાર્ક૩૪૪૩
રૃટ અણનમ૪૯૪૬
મોર્ગન અણનમ૪૫૩૯
વધારાના (વાઈડ ૧૨, લેગબાય ૧)૧૩   
કુલ ૩૨.૧ ઓવરમાં બે વિકેટે૨૨૬   


વિકેટનો ક્રમ : ૧-૧૨૪ (બેરસ્ટો ૧૭.૨), ૨-૧૪૭ (રોય ૧૯.૪)

બોલિંગ : બેહરેન્ડોફ ૮.૧-૨-૩૮-૦, સ્ટાર્ક ૯-૦-૭૦-૧, કમિન્સ ૭-૦-૩૪-૧, લાયન ૫-૦-૪૯-૦, સ્મિથ ૧-૦-૨૧-૦, સ્ટોઈનીસ ૨-૦-૧૩-૦.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ પૂરી દુનિયા બદમાશ હો ગઈ’

Hardik Hingu

વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Zainul Ansari

Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ

GSTV Web Desk
GSTV