GSTV

રફેલ નડાલને પણ કોરોનાનો ભય, યુએસ ઓપનમાંથી નામ પરત ખેંચી લીઘું

સ્પેનના ટોચના ખેલાડી અને યુએસ ઓપનમાં વર્તમાન ચેમ્પિયન રફેલ નડાલે કોરોના વાયરસની મહામારીને કારણે યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. નડાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ઘણી વિચારણા બાદ મેં આ વખતની યુએસ ઓપનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. સમગ્ર દુનિયામાં અત્યારે પરિસ્થિતિ નાજુક છે અને કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એમ લાગે છે કે કોરોના પર આપણો કોઈ પ્રકારનો અંકુશ જ રહ્યો નથી.

ચાર મહિનાથી ટેનીસ રમાયું નથી


19 વખતના ગ્રાન્ડસ્લેમ ટાઇટલ વિજેતા નડાલે જણાવ્યું હતું કે આ વર્ષે ચાર મહિનાથી ટેનિસ રમાયું નથી અને વાર્ષિક ટેનિસ કેલેન્ડરને ટૂંકાવી દેવામાં આવ્યું છે તે હું જાણું છું. અત્યારે સમય ખરાબ ચાલી રહ્યો છે. તેના આયોજન માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી પણ હું માહિતગાર છું અને તે માટે હું આયોજકોનો આભારી છું. જોકે આ એક એવો નિર્ણય હતો જે ફરજિયાતપણે લેવો જરૂરી હતો. હું આમ કરવા માગતો ન હતો પરંતુ તેમાં રહેલા જોખમને ધ્યાનમાં રાખીને મારા દિલે મને જે કહ્યું તેને અનુસરવાનું મેં નક્કી કર્યું છે. મેં હવે નિર્ણય લીધો છે કે થોડા સમય માટે હું કોઈ વિદેશ પ્રવાસ કરીશ નહીં તેમ સ્પેનના આ સુપર સ્ટારે જણાવ્યું હતું.

અગાઉ ઓસ્ટ્રેલીયાની એશલે બાર્ટીએ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો કર્યો હતો નિર્ણય


અગાઉ ઓસ્ટ્રેલિયાની એશલે બાર્ટીએ પણ ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. આમ આ વખતે યુએસ ઓપનમાં મેન્સ અને વિમેન્સ એમ બંને વિજેતા રમવાના નથી. તેઓ પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરશે નહીં તેનો અર્થ એ થયો કે આ વખતે નવો ચેમ્પિયન સામે આવશે.

READ ALSO

Related posts

અમદાવાદમાં એક કલાકમાં અહીં વરસ્યો છે પોણા ચાર ઈંચ વરસાદ, દિનદહાડે થઈ ગયો હતો અંધારપટ

Bansari

એનસીબીએ એવો તો કયો ડર બતાવ્યો કે હું બહુ સારી અભિનેત્રીનો રાગ આલાપતી રિયાએ આખે કબૂલ્યું કે તે ડ્રગ્સ લે છે

Bansari

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!