GSTV

ભારતીય સેના સરહદ પર કઈ રીતે આપશે ટક્કર ? જોઈએ તેના કરતા ઓછું બજેટ આપ્યું છે મોદી સરકારે

Corona

Last Updated on March 14, 2020 by Pravin Makwana

રક્ષા સંબંધિત સ્થાયી સમિતિનું માનવું છે કે, રક્ષા બજેટમાં મુકવામાં આવેલો કાપના કારણે સેનાની ક્ષમતાઓમાં અસર જોવા મળશે. બજેટમાં મુકાયેલા કાપના કારણે આધુનિક હથિયાર, વિમાન. જહાજ અને ટેંક જેવા હથિયારો તથા બુનિયાદી જરૂરિયાતો અને ખાસ યોજનાઓ તેનાથી પ્રભાવિત થશે

2020-21ના રક્ષા બજેટમાં કાપ મુક્યો

આ સમિતિએ શુક્રવારના રોજ જાણકારી આપી છે કે, વર્ષ 2020-21 માટે રક્ષા માંત્રાલયે બજેટમાં 1.13 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. જો કે, મંત્રાલયને જરૂર છે 1.75 લાખ કરોડ રૂપિયાની. ત્યારે આવા સમયે મોદી સરકારે આ બજેટમાં 61,968.06 કરોડ રૂપિયા ઓછા આપ્યા છે.

સેના પર પડશે અસર

સમિતિએ એ પણ જણાવ્યું છે કે, આ ઉપરાંત સેવાઓ માટે પણ 1,02,432 કરોડ રૂપિયા આપ્યા છે. જો કે,આ માટે જરૂર છ 1,61,89.20 કરોડ રૂપિયા. આવા સમયે જોઈએ તો, સરકાર તરફથી 59,416.63 કરોડ રૂપિયા ઓછા મળ્યા છે.

કઈ રીતે સરહદ પર આપશે ટક્કર

આ સમિતિનું માનવુ છે કે, સૌથી આધુનિક હથિયાર અને અન્ય સામાન વિકસાવીને આપણે ઉત્તરી અને પશ્ચિમી સરહદ પર પાડોશીઓને બરાબર ટક્કર આપી શકીએ, પણ જ્યારે પુરતૂ બજેટ જ નહીં મળે તો શું કરીએ, ત્યારે આવા સમયે જરૂરી છે કે, સરકાર તરફથી જરૂરી બજેટ મળી રહે.

READ ALSO

Related posts

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vishvesh Dave

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!