GSTV

ભારતે જમીનથી હવામાં મલ્ટિપલ ટાર્ગેટ પર હુમલો કરવા સક્ષમ રડાર સાથેની મિસાઇલનું ખૂબ જ સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

Last Updated on February 27, 2019 by

ભારતે આજે સ્વદેશી બનાવટની ઝડપી પ્રતિસાદ આપતી જમીનથી હવામાં એક સાથે અનેક  નિશાન પર પ્રહાર કરનાર બે મિસાઇલને સફળતાપૂર્વક  લોંચ કરી હતી, એમ અધિકારીઓએ આજે કહ્યું હતું. રડાર સાથેની મિસાઇલોને ચાંદીપુર પાસે આવેલા ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં આવી હતી. પરીક્ષણને સફળ ગણાવી ડીઆરડીઓના એક અધિકારીએ કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન મિશનના તમામ હેતુઓ પુરા થયા હતા.

બંને મિસાઇલો અલગ અલગ આલ્ટીટયુટ અને વાતાવરણમાં ટેસ્ટ કરવામાં આવી હતી.’રાડર,ઇલેકટ્રો ઓપ્ટીકલ સીસ્ટમ, ટેલીમેટ્રી અને અન્ય સ્ટેશનોએ બંને મિસાઇલની આખી ફલાઇટ પર નજર રાખી હતી. મિશનના તમામ હેતુઓ પુરા થયા હતા’એમ સંરક્ષણ વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે આ સિધ્ધી મેળવવા બદલ ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.સ્વદેશી બનાવટની બે મિસાઇલને સફળતાપૂર્વક લોંચ કરવા બદલ ભારતના ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પણ આ સફળતા બદલ ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.

૩૦ કિમીની મારની ક્ષમતા ધરાવતી સ્વદેશી બનાવટની મિસાઇલ ેક સાથે અનેક ટાર્ગેટ પર હુમલા કરી શકે છે. આનાથી ભારતની સેનાને હુમલો કરવાની ક્ષમતામાં વધારો થશે. મિસાઇલમાં ચોક્કસ  નિશાનને શોધી તેના પર પ્રહાર કરવાની ક્ષમતા છે. ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ ભારતીય સેના માટે આનું નિર્માણ કર્યું હતું.

Related posts

રાજ્યમાં પોલીસને તગડી આવક / 45 કરોડથી વધુ રૂપિયા દંડ પેટે વસૂલ્યા, ટ્રાફિક નિયમો તોડવામાં આ શહેર અવ્વલ

Dhruv Brahmbhatt

જાગૃત રહેજો! શહેરીજનો ટ્રાફિકનો ભંગ કરશો તો કોઈ પ્રકારનું બહાનું હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ મશીન વડે વસુલશે આકરો દંડ!

pratik shah

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!