GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

33 લડાકુ વિમાનોને ખરીદવાની સરકારે આપી લીલીઝંડી, સુખોઈ અને મીગ-29 ચીનના છક્કા છોડાવશે

સંરક્ષણ મંત્રાલયે રશિયા પાસેથી નવા 33 નવા લડાકુ વિમાનો હસ્તગત કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. જેમાં 12 સુખોઈ -30 એમકેઆઈ અને 21 મિગ -29 વિમાનની સાથે 59 હાલના મિગ -29 ને અપગ્રેડ કરવામાં આવશે. આ સાથે ભારત એરફોર્સ અને નેવીને મજબૂત કરવા માટે 248 એસ્ટ્રા એયર મિસાઇલની ખરીદી કરશે. આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 18,148 કરોડ રૂપિયા થશે. ભારત અને ચીન વચ્ચે હાલમાં જોરદાર તણાવ વચ્ચે ભારત માટે આ અતિ જરૂરી છે. ભારતે પાકિસ્તાન અને ચીન એમ બે મોરચે લડવું હોય તો ફાયટર જેટ વિના કામ ચાલે એમ નથી. જુલાઈમાં 6 રાફેલ ભારત આવી રહ્યાં છે. સુખોઈ અને મીગ-29એ ભારતની પરિસ્થિતિને અનુસાર બનાવાયેલા એરક્રાફ્ટ છે. જેને ભારતના પાયલોટ ઓપરેટ સરળતાથી કરી શકે છે એટલે ભારત આ સુપર જેટની ઘણા સમયથી માગણી કરી રહ્યું હતું. જેને આજે લીલીઝંડી મળી ગઈ છે.

ભારત

લદ્દાખની ગાલવાન ખીણમાં ચીન આર્મીની ઓફ એક્યુઅલ કંટ્રોલ (એલએસી) પર કાયર કાર્યવાહી કર્યા બાદ ભારતીય સૈન્ય અને વાયુસેના કોઈપણ સંજોગોમાં જવાબ આપવા માટે સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે. જો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો, ભારતીય વાયુસેનાએ યોગ્ય જવાબ આપવા માટે મીરાજ 2000 ફાઇટર જેટ અને હેલિકોપ્ટરને તૈનાત કર્યા છે.પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુટિન વચ્ચે ફોન પર વાતચીત થયાના થોડા સમયમાં જ દેશના સૌથી મોટા રક્ષા સોદા અંગેની જાહેરાત કરી દેવાઈ છે. પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુટિન વચ્ચે વાતચીતમાં ભારત અને રશિયા વચ્ચે સંબંધો મજબૂત બનાવવા માટે ચર્ચા થઈ છે. રશિયા એ ભારતનો ખાસ દોસ્ત રહ્યો છે.

ગલવાન ખીણમાં ચીની સેના સાથેના હિંસક સંઘર્ષ બાદ ભારત પાકિસ્તાન અને ચીન એમ બે મોરચે તનાવનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ ભારતની વાયુસેનાને બે મોરચા પર પડકારનો સામનો કરવા માટે ફાઈટર જેટ્સની સખત જરૂર છે. આ પડકારને પહોંચી વાળવા માટે ભારતીય વાયુસેનાએ રશિયા પાસેથી 21 નવા મિગ-29 અને 12 સુખોઈ-30 વિમાનો ખરીદવા માટેનો પ્રસ્તાવ સરકારને મોકલી આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ બાબતે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે રશિયાની મુલાકાત સમયે આ અંગે વાતચીતને આગળ પણ વધારી હતી.

450

આ બધાની વચ્ચે રશિયાએ કહ્યું છે કે, ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે વહેલી તકે આ જેટ્સ ભારતને આપવા માટે તૈયાર છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયા હાલમાં મિગ-29 વિમાનોને વધારે આધુનિક બનાવી રહ્યું છે. એક વખત આ પ્રોજેક્ટ પુરો થશે તે પછી આ વિમાનો ચોથી પેઢીના ફાઈટર જેટ્સની સમકક્ષ થઈ જશે. ભારતીય વાયુસેના પહેલેથી જ મિગ 29 વિમાનોનો ઉપયોગ કરી રહી છે. આધુનિકકરણ બાદ તેની હથિયારો લઈ જવાની અને ઉડાન ભરવાની ક્ષમતામાં વધારો થશે. તે આગામી 40 વર્ષ સુધી સેવા આપવા માટે સક્ષમ રહેશે.

હાલની સ્થિતિમાં ભારત પાસે કોઈ વિકલ્પ નથી. ભારત ઇઝરાયેલ પાસેથી એન્ટિમિસાઇલ સિસ્ટમ અને બોમ્બ ખરીદી રહ્યું છે. રાફેલ પણ જુલાઈના અંત સુધીમાં આવી જશે. હાલમાં ચીનની સરહદ પર 20 હજાર સૈનિકોનો જમાવડો થયો છે. નાપાક પાકિસ્તાન પણ ચીનને સાથ આપી રહ્યું છે. આમ ભારતે 2 મોરચે યુદ્ધ લડવું પડે તેવી સંભાવનાને પગલે ભારતે વધુ ફાયટરો ખરીદવાનો નિર્ણય લીધો છે.

READ ALSO

Related posts

ગુજરાત સરકારે આજે જાહેર કરેલી શું છે કિસાન સહાય યોજનાના અને ખેડૂતોને કેવી રીતે મળશે લાભ

Bansari

BIG NEWS: ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજના, રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત

pratik shah

અંદમાનને મળી ક્નેક્ટિવિટીની ભેટ, PM મોદીએ કહ્યું – પર્યટક સ્થળ તરીકે મળશે ઓળખાણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!