GSTV

સંરક્ષણ મંત્રાલયનો વાર્ષિક અહેવાલ: રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી, જરૂરી પગલા લેવામાં ભારત ખચકાશે નહિં

દેશના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી જૂથોની વિરૂદ્ધ વિશ્વસનીય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મોટા પગલા ભરતું રહેશે.  સંરક્ષણ મંત્રાલયે આ વાત પોતાના વાર્ષિક રિપોર્ટમાં જણાવી. જેમાં કહેવાયું કે પુલવામા હુમલાથી સાબિત થાય છે કે ભારત સતત પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદના નિશાને છે.

સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીર સરહદે ફાયરિંગની આડમાં સતત આતંકવાદીઓની ભારતીય  સરહદમાં ઘૂસણખોરીને પ્રોત્સાહિત કરી રહ્યું છે. જેની સામે ભારતીય જવાન આક્રમક જવાબ આપી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયે પોતાના રિપોર્ટમાં પાકિસ્તાનને ઠમઠોર્યું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા હુમલાથી તેની પુષ્ટી થાય છેકે ભારત પાકિસ્તાન પ્રાયોજીત સરહદ પાર આતંકવાદ નીતિનું સતત ટાર્ગેટ બની રહ્યું છે. ભારતના વળતા પ્રહારમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર નોન-મિલિટ્રી આતંકવિરોધી એરિયલ સ્ટ્રાઇક જેવા પગલા સામેલ છે. સંરક્ષણ મંત્રાલયે રિપોર્ટમાં કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી જૂથોને સમર્થન આપવાનું બંધ કરી અને ભારતની વિરૂદ્ધ હુમલા માટે બનેલા આતંકવાદી માળખાને ધ્વસ્ત કરવા માટે વિશ્વાસપાત્ર અને નક્કર પગલા ન ભરે ત્યાં સુધી ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આકરા અને નિર્ણાયક પગલા ભરતું રહેશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રીતે આતંકવાદી જાહેર થઇ ચુકેલા સંગઠનોની વિરૂદ્ધ કાર્યવાહી કરવાથી બચતું રહ્યું છે. આવા સંગઠન પાકિસ્તાનના પાડોશીઓને ટાર્ગેટ બનાવે છે. રિપોર્ટમાં ચીની સેના દ્વારા ભારતીય સરહદમાં થતી ઘૂસણખોરી અંગે પણ જણાવાયું.

સંરક્ષણ મંત્રાલયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ભારતીય જમીન પર ચીની સેનાની ઘૂસણખોરી અને સરહદ પર તકરારની ઘટનાઓ ઘટી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 28 ઓગષ્ટ, 2017માં ડોકલામમાં બંને દેશોની વચ્ચે ઉત્પન્ન થયેલા ગતિરોધ બાદ ભારત અને ચીન બંનેએ પોતાની સેનાની ઉપસ્થિતિ ઘટાડી દીધી છે.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતીય સેના સરહદી વિસ્તારમાં ચીનની પ્રવૃતિઓ પર નજર રાખી રહી છે. અને કોઇ પણ સ્થિતિ માટે સંપૂર્ણપણ તૈયાર છે.

READ ALSO

Related posts

લોકડાઉન વચ્ચે બીજી પત્નીને મળવા પોલીસ પાસે માગી મંજૂરી, પોલીસે કહ્યું હમણા એકથી કામ ચલાવો

Pravin Makwana

વિપક્ષ પણ મોદીના સમર્થનમાં, લોકડાઉન વધારવાની ઉઠી માગ, 11 એપ્રિલે PM કરશે આ કામ

Mayur

લોકડાઉનમાં ટેક્સપેયર્સ માટે આવ્યા સારા સમાચાર, 14 લાખ લોકોને થશે ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!