GSTV

શસ્ત્ર પૂજા બાદ રક્ષા મંત્રીનો હુંકાર, માતૃભૂમીની રક્ષા કાજે ભારતીય સેના છે તૈયાર- દુશ્મન દેશ ના કરે દુસાહસ

Last Updated on October 25, 2020 by pratik shah

વિજયાદશમીના અવસર પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના સુકના યુદ્ધ સ્મારકમાં શસ્ત્ર પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ શુભ પ્રસંગે રાજનાથ સિંહનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેમણે જણાવ્યું કે ભારત ઈચ્છે કે ચીન અને ભારત વચ્ચે બોર્ડર પર શાંતિ સ્થાપાય, અને જે તણાવ પૂર્ણ માહોલ છે કે પણ ખત્મ થાય, પરંતુ હું આ એ બાબતે આશ્વસ્ત છું કે આપણી સેના ક્યારેય દેશની એક ઈંચ જમીન પર કબ્જો નહી કરવા દે. ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દાર્જિલંગ અને સિક્કિમની મુલાકાતે છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ દાર્જિલંગ અને સિક્કિમની મુલાકાતે

ભારત ઈચ્છે કે ચીન અને ભારત વચ્ચે બોર્ડર પર શાંતિ સ્થાપાય

તેમણે દાર્જિલિંગના સુકમા યુદ્ધ મેમોરિયલમાં શસ્ત્ર પૂજા કરી હતી. આ પૂજા દરમિયાન આર્મી ચીફ એમ.એમ. નરવણે પણ હાજર રહ્યા હતા. વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે.

આ પૂજા દરમિયાન આર્મી ચીફ એમ.એમ. નરવણે પણ હાજર રહ્યા

શસ્ત્ર પૂજાના મંત્રોચ્ચારણ વચ્ચે રાજનાથ સિંહે જણાવ્યું કે આ સમયે ભારત-ચીન વચ્ચે સરહદ પર તણાવચાલી રહ્યો છે. ભારત ઈચ્છે છે કે આ તણાવ સંપૂર્ણ રીતે સમાપ્ત થાય, શાંતિ સ્થાપિત થાય અમારો ઉદ્દેશ્ય એ જ છે, પરંતુ ક્યારેક ક્યારેક કેટલીક એવી નાપાક હરકતો થતી રહેતી રહે છે, પરંતુ આ મામલે આશ્વસ્ત છું અને મેન સંપૂર્ણ ભરોસો છે કે આપણા સેનાના જવાનો કોઈપણ સ્થિતિમાં ભારતની એક ઈંચની જમીન અન્યના હાથોમાં નહી જવાદે. માતૃભિમીની રક્ષ કાજે સેના સંપૂર્ણ રીતે તૈયાર છે, આથી દુશ્મન દેશો કોઈ પ્રકારનું દુસાહસ ના કરે.

READ ALSO

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!