GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

આજે ભારતને મળશે પ્રથમ રફાલ વિમાન, રક્ષામંત્રી રાજનાથ સિંહ શશ્ત્ર પૂજા કરી ભરશે ઉડાન

ફ્રાન્સ દ્વારા આજે ભારતને પહેલું રફાલ યુદ્ધ વિમાન સોંપવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે વાયુસેના દિવસની સાથે સાથે આજે દશેરાનો મોટો તહેવાર પણ છે. ત્યારે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સ પહોંચ્યા છે. રફાલની સોંપણી સમયે ફ્રાન્સના મેરિગ્નેક એરબેઝ પર રાજનાથ સિંહ પોતે હાજર રહેશે.

રફાલમાં ભરશે ઉડાન

અહીંયા તેઓ શસ્ત્ર પૂજનની સાથે સાથે રફાલ ટ્રેનર વિમાનમાં પણ ઉડાન ભરશે. તેઓ કોકપીટમાં રિયર પાયલટના સ્થાને બેસશે. પૌરાણીક સમયથી દેશમાં દશેરાના તહેવાર પર શસ્ત્ર પૂજનનો રિવાજ છે. રાજનાથ સિંહ પણ રફાલ ફાઇટર જેટની સાથે તે પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. આ પહેલા તેઓ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે.

ફ્રાન્સના રક્ષા પ્રધાન સાથે કરશે વાતચીત

રફાલ વિમાનની સોંપણી થયા બાદ રાજનાથ સિંહે ફ્રાન્સના રક્ષા પ્રધાન સાથે વાર્ષિક ડિફેન્સ ડાયલોગ કરશે. જેમાં બંને દેશના રક્ષા પ્રધાન ઉપરાંત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહેશે. બુધવારે રાજનાથ સિંહે ફ્રાન્સના ઉદ્યોગપતિઓની સાથે સંમેલન કરશે. અને તેમને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રક્ષા ક્ષેત્રમાં ભાગ લેવા માટે આમંત્રિત કરશે.

READ ALSO

Related posts

ગુજરાતના 12 જિલ્લાઓમાં 10થી પણ ઓછા પોઝિટીવ કેસ, ડાંગ જીલ્લો જીવલેણ વાયરસથી થયો મુક્ત

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે ઝારખંડ અને કર્ણાટકમાં ભૂકંપના આંચકા અનુભવાય, 4.0 અને 4.7ની તિવ્રતાથી ધ્રુજી ધરા

pratik shah

જમ્મુ-કાશ્મીર: રાજોરીમાં પોલીસ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, ત્રણ ફરાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!