ચીનની સાથેના સરહદ વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 17 અને 18 જુલાઈનાં રોજ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની મુલાકાતે જશે. તેમની સાથે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે 17 જુલાઈએ લદ્દાખ અને 18 જુલાઈએ શ્રીનગર જશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એલએસીની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ એલઓસી પણ જશે.
Defence Minister Rajnath Singh and Army Chief General Manoj Mukund Naravane will visit Ladakh on 17th July and Srinagar on 18th July. https://t.co/6nYa6l9ket
— ANI (@ANI) July 15, 2020
રાજનાથ સિંહ 17 જુલાઈએ લેહ પહોંચશે. જે બાદ તેઓ એલઓસી જશે. જ્યાં ભારત અને પાકિસ્તાન બોર્ડર પર સેનાની તૈયારીઓની સમીક્ષા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખ વચ્ચે એક વિશેષ સંરક્ષણ અધિગ્રહણ પરિષદની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રમુખ સશસ્ત્ર દળ માટે જરૂરી વેપન અને તેની આધુનિક ટેકનિક ઉપરાંત ગોળા-બારૂદની ખરીદીમાં તેજી લાવવા સહિતના મુદ્દે નિર્ણય લેવાયો છે.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો