GSTV
Home » News » મોદી-ટ્રમ્પ બાદ રાજનાથ સિંહે US રક્ષામંત્રી સાથે કરી વાત: કહ્યું- કાશ્મીર આંતરિક મામલો

મોદી-ટ્રમ્પ બાદ રાજનાથ સિંહે US રક્ષામંત્રી સાથે કરી વાત: કહ્યું- કાશ્મીર આંતરિક મામલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતનાં એક દિવસ બાદ કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકન રક્ષા પ્રધાન માર્ક એસ્પર સાથે વાત કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બન્ને નેતાઓ વચ્ચે કલમ 370 અને કાશ્મીર મુદ્દે ચર્ચા થઇ હતી. આ વાતચીતમાં રાજનાથસિંહે જણાંવ્યું કે, કાશ્મીર એક આંતરિક મામલો છે. આ સાથે જ ભારતે જોરપૂર્વક કહ્યું કે કાશ્મીર એક સંપ્રભૂ મુદ્દો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, માર્ક એસ્પરે ભારતનાં વલણ સાથે સહમતિ દર્શાવી અને કહ્યું કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. આ સાથે જ બન્ને દેશનાં રક્ષામંત્રીઓ વચ્ચે મેજર ડિફેન્સ પાર્ટનર ફ્રેમવર્ક(એમડીપી) હેઠળ રક્ષા સંબંધોને મજબૂત બનાવવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી.

modi imran khan

આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા વડાપ્રધાન મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનીક વાત કરી હતી. લગભગ 30 મિનીટ સુધી ચાલેલી વાતચીતમાં પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર પ્રદેશમાં તણાવભરી સ્થિતિ પેદા કરવાનો આરોપ લગાવ્યો. બન્ને નેતાઓ વચ્ચે ક્ષેત્રિય શાંતિ સિવાય દ્વિપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે, અમુક નેતાઓ દ્વારા ભારત વિરૂદ્ધ ભડકાઉ નિવેદનબાજી કરવામાં આવે છે, જે ક્ષેત્રીય શાંતિ માટે લાભકારી નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ આતંક અને હિંસામુક્ત વાતાવરણનાં નિર્માણ પર ભાર મુક્યો હતો. તેમજ કહ્યું કે સીમા પાર આતંકવાદને કોઇ સ્થાન ન મળવું જોઇએ.

પીએમ મોદી સાથે વાતચીત કર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન સાથે પણ વાત કરી હતી. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ ઇમરાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. શાહ મહેમૂદ કુરેશીએ જણાંવ્યું કે પાકિસ્તાનને આશા છે કે ટ્રમ્પ અને અમેરિકા કાશ્મીર મામલે પોતાની ભૂમિકા નિભાવશે.

READ ALSO

Related posts

યુપીમાં યોગી સરકારે NRC લાગૂ કરવાની કવાયત શરૂ કરી

Arohi

મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોરના ઓરતા રહી ગયા અધૂરા, ચૂંટણીપંચ બન્યું વિલન

Nilesh Jethva

આંખમાંથી આંસુ સારવા તૈયાર રહેજો કારણ કે ડુંગળીના ભાવમાં થઈ રહ્યો છે વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!