કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ મુદ્દે સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમન પર જુઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નિર્મલા સિતારમન સંસદમાં જુઠ બોલ્યા, જો તેમણે રફાલ મુદ્દે પણ દાવા કર્યા તેના તેમની પાસે પુરાવા હોય તો રજુ કરે નહીં તો રાજીનામુ આપે. શુક્રવારે જ્યારે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમને દાવો કર્યો હતો કે એચએએલને સરકાર તરફથી એક લાખ કરોડ રૃપિયાના પ્રોક્યુરમેંટ ઓર્ડર પાઇપલાઇનમાં છે.

બીજી તરફ કેટલાક મીડિયા રિપોર્ટમાં એચએએલના અધિકારીઓના નિવેદનનો ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સરકારે જે એક લાખ કરોડનો દાવો કર્યો તેમાંથી એક પણ રૃપિયો હજુસુધી એચએએલ સમક્ષ નથી આવ્યો. જેને પગલે નિર્મલા સિતારમનના દાવાઓ અંગે હવે સવાલો ઉઠવા લાગ્યા છે. આ મીડિયા રિપોર્ટને ટાંકીને જ હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે નિર્મલા સિતારમન જુઠ બોલી રહ્યા છે, અને જો તેમણે જે પણ દાવા એચએએલને લઇને કર્યા તેના તેમની પાસે પુરાવા હોય તો રજુ કરે.

રાહુલ ગાંધીના આ આરોપો બાદ નિર્મલા સિતારમને પોતાનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે મે એવુ નથી કહ્યું કે એચએએલ અને સરકાર વચ્ચે કોન્ટ્રાક્ટ પર સહી થઇ ગઇ છે. મે કહ્યું હતું કે આ મામલે અમે કામ કરી રહ્યા છીએ. એચએએલ સાથે ૨૬૫૭૦.૮ કરોડ રૃપિયાનો કોન્ટ્રાક્ટ થયો છે જ્યારે ૭૩૦૦૦ કરોડના કોન્ટ્રાક્ટ પાઇપલાઇનમાં છે અને તેના પર કામ કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે કોઇ વ્યક્તિ એક જુઠ બોલે છે ત્યારે તે એક જુઠને છુપાવવા માટે અનેક જુઠ બોલે છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમને પણ આવુ જ કઇક કર્યું,તેઓ રફાલ મુદ્દે મોદીના એક જુઠને છુપાવવા માટે સંસદમાં અનેક વખત જુઠ બોલ્યા. નિર્મલા સિતારમન એચએએલ અંગેના પોતાના દાવાઓના પુરાવા આપે નહીં તો રાજીનામુ આપે. નિર્મલા સિતારમને સંસદમાં કહ્યું હતું કે એક લાખ કરોડ રૃપિયા એચએએલને આપવામાં આવ્યા છે. જ્યારે હજુસુધી એક પણ રૃપિયો નથી મળ્યો.
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં
સરકાર અને વિપક્ષ બન્ને સરકારી કંપની એચએએલ મુદ્દે એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે,ભાજપ દાવો કરી રહી છે કે કોંગ્રેસના શાસનમાં જ એચએએલની સ્થિતિ વધુ કથળી ગઇ હતી જ્યારે વર્તમાન મોદી સરકારે એચએએલને ઘણી મદદ કરી છે. તો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે મોદીએ પોતાના સુટબુટ વાળા ઉધ્યોગપતી મિત્રને ફાયદો પહોંચાડવા માટે એચએએલને રફાલનો કોન્ટ્રાન્ટ ન આપ્યો અને પોતાના આ મિત્રની કંપનીને આપી દીધો.