GSTV

ભારતીય સેના થશે વધુ મજબૂત/ આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ હેઠળ હથિયારો ખરીદશે સેના, 2290 કરોડ થયા મંજૂર

પૂર્વી લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી અને પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા સીઝફાયરના ઉલ્લંઘનની વચ્ચે ભારત સરકારે ભારતીય સેનાને સાધનો અને હથિયારો ખરીદવા માટે 2 હજાર કરોડથી પણ વધારેની રકમ આપવાની મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રાલયે સોમવારના રોજ જણાવ્યુ હતું કે, રક્ષા અધિગ્રહણ પરિષદે ભારતીય સશસ્ત્ર બળ દ્વારા જરૂરી અલગ અલગ સાધનો માટે આપેલી પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રસ્તાવમાં 2290 કરોડ રૂપિયા છે. આ રકમ ઘરેલૂ ઉદ્યોગોની સાથે સાથે વિદેશી ગ્રાહકો પાસેથી પણ ખરીદી કરી શકાશે.

અલગ અલગ વેપન અને સાધનો ખરીદવા માટે મંજૂરી

આ પરિષદે ઈન્ડિયન શ્રેણી અંતર્ગત DACના Static HF Tans-રિસીવર સેટ અને સ્માર્ટ એન્ટી ઈયરફીલ્ડ વેપનની ખરીદીને પણ મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલય તરફથી કહેવાયુ છે કે, એચએફ રેડિયો સેટ સેના અને વાયુ સેનાની ફિલ્ડ એજન્સીઓ માટે નિર્બાધ સંચારને સક્ષમ કરશે. જેના પર 540 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ ઉપરાંત સ્માર્ટ એન્ટી ઈયરફિલ્ડ વેપન પર 970 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ ઉપરાંત મોર્ચા પર તૈનાત ભારતીય સેનાના જવાનો માટે અસોસ્ટ રાઈફ્લસ ખરીદવા માટે 780 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

નવી નીતિ અંતર્ગત કર્યા ફેરફાર

રક્ષા મંત્રીએ ટ્વીટ કર્યુ હતું કે, નવી નીતિ અંતર્ગત ઓફસેટ દિશા-નિર્દેશમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અને સંબંધિત ઉપકરણોની જગ્યાએ ભારતમાં જ ઉત્પાદન થયેલા હથિયારો અને સાધનો બનાવતી કંપનીને પ્રાથમિકતા આપવામાં આવશે. જે આત્મનિર્ભર ભારતની પહેલ અંતર્ગત કામ કરશે. મેક ઈન ઈન્ડિયાના પ્રોજેક્ટ હેઠળ ભારતીય ઘરેલૂ ઉદ્યોગોને સશક્ત બનાવવા માટે વિચાર કરી રહ્યા છે.

READ ALSO

Related posts

બિલ ગેટ્સ/ મહામારી વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે આશા, વેક્સિન તૈયાર કરવામાં ભારતની ભૂમિકા હશે અત્યંત મહત્વની

pratik shah

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ, જમીન માફીયા વિરુદ્ધ ગાળ્યો કસાયો

pratik shah

ગોધરા/ સાતપુલ રોડ ઉપરથી 16 લાખથી વધુની જૂની ચલણી નોટો સાથે બે આરોપી ઝડપાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!