GSTV

ચીન ભરાયું/ ટોપના અધિકારી દીકરી સાથે ભાગીને અમેરિકા પહોંચ્યા, વુહાન લેબના વટાણા વેરી દેતાં યુએસ આક્રમક

Last Updated on June 18, 2021 by Harshad Patel

કોરોના વાઈરસની ઉત્પત્તિ ક્યાં થઈ તે અંગે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ગુપ્તચર એજન્સીઓને તપાસ કરવા આદેશ આપ્યા હતા. આ દરમિયાન એક રિપોર્ટમાં ખુલાસો કરવામા આવ્યો છે કે, ચીનના એક મોટા અધિકારીએ વુહાન લેબ સંબંધિત ગુપ્ત માહિતીઓ અમેરિકાને આપી હતી.

ચીનના ઉપ-રાજ્ય સુરક્ષા મંત્રી ડોંગ જિંગવેઈ કથિત રીતે અમેરિકા ભાગી ગયા

રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો કે, ચીનના ઉપ-રાજ્ય સુરક્ષા મંત્રી ડોંગ જિંગવેઈ કથિત રીતે અમેરિકા ભાગી ગયા અને ત્યાં વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સંબંધિત ગુપ્ત માહિતીઓ અમેરિકન સરકારને આપી હતી. ચાઈનીઝ ભાષાના કોમ્યુનિસ્ટ વિરોધી મીડિયા અને ટ્વિટર હેન્ડલ્સ પર કથિત રીતે દાવો કરવામાં આવ્યો છે કે, ડોંગ જિંગવેઈ પોતાની દીકરી ડોંગ યાંગ સાથે ફેબ્રુઆરીમાં હોંગકોંગના માર્ગે અમેરિકા પહોંચ્યા હતા.

વુહાન લેબ મામલે અમેરિકા આક્રમક વલણ અપનાવતું જોવા મળ્યું

ડોંગે અમેરિકન સરકારને વુહાન સંબંધિત ગુપ્ત માહિતીઓ આપી હતી. આ માહિતી મેળવ્યા બાદ જ વુહાન લેબ મામલે અમેરિકા આક્રમક વલણ અપનાવતું જોવા મળ્યું હોવાનું મનાય છે. કોરોના અંગે રોજ નવા સંશોધન અને અભ્યાસના રિપોર્ટ સામે આવતા રહ્યાં છે, જેથી કોરોનાની ઉત્પત્તિ વિશે જાણી શકાય. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હવે નવો ખુલાસો કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, વિશ્વના 29 દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ લેમ્બડા મળી આવ્યો છે. આ નવો વેરિએન્ટ સૌપ્રથમ દક્ષિણ અમેરિકામાં મળ્યો છે, તેથી તેની ઉત્પત્તિ ત્યાં થઈ હોવાનું મનાય છે. કોરોનાનો નવો વેરિએન્ટ પેરુમાંથી મળી આવ્યો હતો.

એપ્રિલ 2021 થી અત્યારસુધી 81 ટકા સંક્રમિતોમાં આ વેરિએન્ટ જોવા મળ્યો

પેરુના અધિકારીઓએ જણાવ્યું કે, એપ્રિલ 2021 થી અત્યારસુધી 81 ટકા સંક્રમિતોમાં આ વેરિએન્ટ જોવા મળ્યો છે. ચિલી, આર્જેન્ટિના અને ઈક્વાડોરમાં ઘણા કેસ પાછળ નવો વેરિએન્ટ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. લેમ્ડાના વાઈરસ વધુ મજબૂત થાય તેવા પુરાવા હાલ મળ્યા ના હોવાનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું હતું. આ વાઈરસ અંગે વધુ અભ્યાસની જરૂર હોવાની વૈશ્વિક સંગઠને માહિતી આપી હતી. અત્યારસુધી ડેલ્ટા વેરિએન્ટને કોરોનાનું સૌથી ખતરનાક વેરિએન્ટ માનવામાં આવી રહ્યું હતું. ડેસ્ટાને કારણે જ લાખો લોકોના મોત થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!