GSTV
Home » News » ડીસા: કલેકટરે લોકાર્પણનાં 24 કલાકમાં બગીચા પર સ્ટે મૂક્યો

ડીસા: કલેકટરે લોકાર્પણનાં 24 કલાકમાં બગીચા પર સ્ટે મૂક્યો

ડીસાનાં બગીચાનો વિવાદ વધું વકર્યો છે. આ બગીચાને લઇને ભાજપના જ સ્થાનિક ધારાસભ્ય અને ડીસા પાલિકા પ્રમુખ વચ્ચે હુંસાતૂંસી ચરમસીમાએ પહોંચી છે. બનાસકાંઠા કલેક્ટરએ લોકાર્પણનાં 24 કલાક બગીચા પર સ્ટે મૂક્યો છે. સ્ટે આપતાં પહેલા પાલિકાને કોઇ નોટિસ નથી અપાઇ. તો સ્ટે શા માટે મૂકાયો છે તેનો પણ કોઇ ખુલાસો નથી કરાયો.

જો કે લોકોએ લોકાર્પણની રાહ જોયા વિના બગીચાને ખુલ્લો મૂકી દેવાતા તેનુ વીજ કનેકશન પણ કાપી નંખાયુ હતુ. રાજય સરકારનાં પ્રધાન પરબત પટેલ બગીચાનું લોકાર્પણ કરે તેના ર૪ કલાક પહેલા સ્ટે આપી દેવાતા રાજકારણ પણ ગરમાયુ છે. આ વિવાદ મામલે નાયબ કલેક્ટર એચ.એન પટેલે મીડિયા સામે બોલવાનો ઇન્કાર કર્યો છે. સ્થાનિક ચર્ચા મુજબ ડીસાના સ્થાનિક ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને ડીસા પાલિકા પ્રમુખ પ્રવીણ માળી વચ્ચેની હુંસાતુંસીને કારણે બગીચાની ખો નીકળી રહી છે.

 

Related posts

સોનિયા ગાંધી આ કોંગ્રેસના નેતા પર થયા જોરદાર નારાજ, આખરે નેતાએ આ ખુલાસો કરવો પડ્યો

Bansari

Pagalpanti Trailer:અરસદ વારસી અને જોન અબ્રાહમની કોમેડી પેટ પકડીને હસાવશે ગેરેન્ટી

Dharika Jansari

તું અનુભવી છે એટલે મને શીખવાડજે, રોજ રાતે પતિ પૂછતો કે હું સારો કે તારો જૂનો પતિ સારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!