GSTV
Deesa ગુજરાત ટોપ સ્ટોરી

દયનીય સ્થિતિ / બટાકા પકવતા ખેડૂતોની કફોડી સ્થિતી, ભાવો વધતા નથી અને ખર્ચ થયો પાંચ ગણો

બટાકા

બટાકા ફરી એકવખત ખેડૂતોની સ્થિતી બદતર કરે તેવી સ્થિતી છે. ડીસામાં આ વર્ષે પણ બટાટાના ભાવો ખૂબ જ નીચા રહેતા ખેડૂતોને એકવાર ફરી મુશ્કેલી સર્જાઇ છે. છેલ્લા ત્રીસ વર્ષથી બટાટાના ભાવો વધારો થયો નથી. જ્યારે બટાટાના વાવેતર માટેનો ખર્ચ ચારથી પાંચ ગણો વધી ગયો છે.

બટાકા

એક સમયે બટાટાની ખેતીમાં ખેડૂતોને જે વળતર મળતું હતું તે વળતર ઘટવા માંડ્યુ છે. હાલની સ્થિતીમાં બટાટાના વાવેતરના ખર્ચ સામે માંડ ખર્ચ જેટલી આવક થાય છે. ખેડૂતોના મતે લગભગ ત્રીસેક વર્ષ પહેલા બટાટાની ખેતી માટે જેટલો ખર્ચ થતો હતો તે ખર્ચમાં લગભગ ચારથી પાંચ ઘણો વધારો થઈ ગયો છે.

બટાકા

ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય છે. બટાટાની ખેતીમાં દર વર્ષે કૃષિ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને બટાટાના ભાવો ગગડી રહ્યા છે. તેને લઈ વેપારીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા છે. ખેડૂતોના ખેતર સુધી બટાટાની ખરીદી કરવા જતાં વેપારીઓ પણ બટાટાની ખેતીમાં કૃષિ ખર્ચ વધી જતાં હવે બટાટા ખરીદવા માટે ખેડૂતો પાસે જાય છે, ત્યારે ખેડૂતોને બટાટાના વર્તમાન ભાવો કહેતા પણ સંકોચ અનુભવી રહ્યા છે. કારણ કે વેપારીઓને પણ ખબર છે કે ખેડૂતોને બટાટાની ખેતીમાં ધરખમ ખર્ચ થઈ રહ્યો છે અને તેની સામે ભાવો ખૂબ જ ઓછા મળી રહ્યા છે.

હાલની સ્થિતીએ પ્રતિ વીસ કિલોના ભાવ ખેડૂતોને ૮૦થી ૧૨૦ રૂપિયા મળી રહ્યા છે. તો બીજી તરફ છૂટક બજારમાં આ જ બટાટા લોકો વીસ રૂપિયે પ્રતિ કિલો ખરીદી રહ્યા છે. એટ્લે ખેડૂતો પાસેથી ૮૦થી ૧૨૦ પ્રતિ વીસ કિલોએ ખરીદેલા બટાટા છૂટક બજારમાં લોકો ચારસો રૂપિયે પ્રતિ વીસ કિલોએ ખરીદી કરી રહ્યા છે. ત્યારે આટલો મોટો ફર્ક કેમ જોવા મળી રહ્યો છે તે પણ તપાસનો વિષય છે. કારણ કે ખેડૂતો પાસેથી ખરીદી કર્યા બાદ પરિવહન ખર્ચ ઉમેરીને બટાટાના ભાવો ચાર ઘણા વધી રહ્યા છે. જેના લીધે ખેડૂતોને નુકશાન સહન કરવું પડી રહ્યું છે અને સામાન્ય જનતાને મોંઘા ભાવે બટાટા ખરીદવા પડી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV