GSTV
Deesa Trending ગુજરાત

ડીસામાં રજૂઆત માટે પણ પ્રતિબંધ હોય તેવા દ્રશ્યો સર્જાયા, રહીશોએ આમરણાંત ઉપવાસ પર ઉતરી વિરોધ નોંધાવ્યો

ડીસામાં રજૂઆત માટે પણ પ્રતિબંધ હોય તેવું જોવા મળી રહ્યું છે. ડીસા શહેરના ગુલબાણી નગરના રહીશો પાલિકામાં તેમના વિસ્તારની રજૂઆત કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે તેમને રજૂઆત કરવા જતાં રોકવા માટે પોલીસ પહોંચી હતી. જેથી આ વિસ્તારના રહીશો તેમના જ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે.

મહત્વનું છે કે ડીસાના ગુલાબણી નગર વિસ્તારમાં 200 થી પણ વધુ પરિવાર વસવાટ કરે છે. અને આ વિસ્તારના લોકો દર વર્ષે પોતાની સોસાયટીના લોકોને કોઈપણ જાતની તકલીફો ન પડે તે માટે પાણી વેરો, સફાઈ વેરો અને ઘર વેરો ભરે છે. પરંતુ આ વિસ્તારના લોકોને આજદિન સુધી ગંદાપાણીના નિકાલ માટે લડી રહેલા લોકોને ન્યાય નથી મળ્યો. ત્યારે રજૂઆત માટે પહોંચેલા લોકોને ડીસા શહેર ઉત્તર પોલીસે તેમના વિસ્તારમાં પહોંચીને આ વિસ્તારના લોકો તેમજ આમ આદમી ના કાર્યકર્તાઓને રજૂઆત કરવા જતાં રોક્યા હતા. જેથી પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

READ ALSO

Related posts

લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Drashti Joshi

સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ

Hina Vaja

રાત્રે સુતા પહેલા ફોલો કરો આ સ્કિન કેર રૂટિન, ત્વચા હાઈડ્રેટેડ રહેશે તેમજ ચહેરાને મળશે પ્રાકૃતિક સૌંદર્ય

Drashti Joshi
GSTV