GSTV

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Last Updated on October 26, 2021 by Pritesh Mehta

વાત છે એક એવા મુસ્લિમ પરિવારની જે દિવાળીની રાહ જુએ છે. કેમકે દિવાળી આ પરિવાર માટે એવો તહેવાર છે જે તેના માટે સૌથી મોટો તહેવાર છે કેમકે આ તહેવારથી જ તેમનું ગુજરાન ચાલે છે. આ પરિવારે તેની કારીગરીથી માત્ર બનાસકાંઠા જ નહીં પણ વિદેશમાં પણ નામના બનાવી છે.

ડીસા

બનાસકાંઠાના ડીસાનો આ મુસ્લિમ પરિવાર વર્ષભર દિવાળીની  રાહ જુએ છે. જેવી રીતે દિવાળી હિન્દુઓ માટેનો સૌથી મોટો તહેવાર છે તે આ મુસ્લિમ પરિવાર માટે પણ એટલો જ મહત્વનો છે.  દિવાળી જેનાથી ઝગમગે છે તે દિવડા બનાવીને ઘણા વર્ષોથી આ પરિવાર આર્થિક રીતે સક્ષમ બન્યો છે. સુમરા પરિવારે તૈયાર કરેલા આ દિવા માત્ર દેશ જ નહીં પણ વિશ્વના ઘણા દેશોમાં જાય છે. સુમરા પરિવારના દિવડા બનાવવાના આ ઉદ્યોગથી અંદાજે 50 લોકોને રોજગારી પણ મળી રહી છે.

આકર્ષક ડિઝાઇનના તૈયાર કરાતા દિવડા આમ તો ભલે વિદેશમાં પણ ડિમાન્ડમાં હોય પણ હાલ સ્થિતી એવી છેકે ઘરઆંગણે આપણી આ પરંપરાગત કળા ચાઇનીઝ દિવડા અને લાઇટોની સામે ઝઝૂમી રહી છે. જેથી પરંપરાગત આ કારીગીરીને જાળવી રાખવા દિવડા બનાવતા આ લોકો સ્થાનિકોને અપીલ કરે છે તેઓ ચાઇનીઝ દિવડાને બદલે આપણી સંસ્કૃતિને જાળવતા માટીના કોડીયા ખરીદે.

આમ તો સરકાર લોકલ ફોર વોકલની વાત કરે છે. પરંતુ આ પરંપરાગત દિવડા સાથે સંકળાયેલા ઉદ્યોગો ચાઇનીઝ સ્પર્ધા સામે ટકી શકે તે માટે જરૂરી મદદ ન કરતી હોવાનું પણ આ કારીગરો કહે છે. ત્યારે જો આ સ્થિતી રહી તો બની શકે આવનારી પેઢીઓને આ કળા માત્ર તસવીરોમાં જ જોવા મળે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કોર્પોરેશન સંચાલિત 283 ગાર્ડન,બગીચાઓની યોગ્ય જાણવણી કરવાની તાકીદ કરાઈ!

pratik shah

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!