GSTV

VIDEO: ‘દીયા ઔર બાતી હમ’ ફેમ દિપીકા સિંહે ‘છોગાળા તારા’ ગીત પર રમી રહી છે દાંડિયા

ટીવીના સુપરહિટ શો ‘દીયા ઔર બાતી હમ’ ફેમ દિપીકા સિંહે હાલ ખૂબ ચર્ચામાં આવી રહી છે. હકીકતમાં જોઈએ તો, દીપિકાએ મોટા ભાગે પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. જેનાથી તેના ફેન્સ પણ ખુશ થઈ જાય છે. દીપિકા શાનદાર એક્ટરની સાથે સાથે સારામાં સારી ડાંસર પણ છે. હાલમાં જ એક વીડિયો શેર કરતા તેણે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી. અભિનેત્રી નવરાત્રિના અવસર પર દાંડિયા રમતી જોવા મળી હતી. આ વીડિયોમાં દિપીકા ખૂબ જ સુંદર લાગી રહી છે.

દીપિકા આ વીડિયોમાં ‘છોગાળા તારા’ ગીત પર દાંડિયા રમતી જોવા મળી છે. દીપિકાએ આ વીડિયો શેર કરતા લખ્યુ છે કે, ડાંડિયા માટે પ્રેમ, કોણ કોણ ડાંડિયા નાઈટ મીસ કરી રહ્યા છે. દિપીકા સિંહ આ વીડિયોમાં ઓરેન્જ અને બ્લૂ કલરના ચણિયામાં જોવા મળી હતી અને એકદમ મસ્તીના મૂડમાં તે ડાંસ કરી રહી છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે.

READ ALSO

Related posts

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari

અમદાવાદ/ ડે મ્યુનિસિપલ કમિશનરને થયો ફરી કોરોના, થયા હોમ આઈસોલેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!