GSTV
Home » News » દીપિકા-રણવીર આ રીતિ-રિવાજથી કરશે લગ્ન

દીપિકા-રણવીર આ રીતિ-રિવાજથી કરશે લગ્ન

ઓડિયન્સના દિલ જીતનારી જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલમાં પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. લાંબા સમયથી આ બંને એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને તેમના લગ્ન ચર્ચા સતત ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ સ્ટાર કપલ નવેમ્બરમાં લગ્ન કરશે.

આ વચ્ચે દીપિકા અને રણવીરની લગ્નથી જોડાયેલી વધુ એક ચર્ચા સામે આવી છે. જેણે જાણ્યા પછી તેમના ફેન્સમાં તેમના લગ્નને લઇને એક્સાઇટમેન્ટ વધી જશે. મીડિયામાં ચાલી રહેલી ચર્ચા અનુસાર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઇટલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી શકો છે એટલું જ નહી આ લગ્ન ઇટાલિયન રીતિ-રિવાજથી કરશે.

આ પહેલા બંને ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઇચ્છતા હતા, પરંતુ કોઇ કારણોસર તેમને આ નિર્ણય બદલવો પડ્યો. સૂત્રોનુસાર, દીપિકા-રણવીર 12-16 નવેમ્બરની વચ્ચે લગ્ન કરી શકે છે. બંનેની ફેમિલી હાલમાં લગ્નની તૈયારીઓ કરી રહી છે

કહેવામાં આવી રહ્યુ છે, ગત દિવસોમાં આ સ્ટાર કપલ શ્રીલંકામાં સમય વિતાવી રહ્યા હતા, ત્યાં તેમને ગૂપચૂપ રીતે સગાઇ કરી લીધી હતી. આ કપલ લગ્નની થીમની એક એડમાં પણ દેખાશે, જેમ પોતાના લગ્ન પહેલા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એક લગ્નની થીમ પરની એડ લઇને આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’થી એકબીજાના પ્રેમમાં છે. આ કપલ ‘રામલીલા’ સિવાય ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મો સાથે કરી છે, તો હવે ફેન્સ વચ્ચે પણ તેમના લગ્નને લઇને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે.

Related posts

વાતો કરવામાં અને દેશ ચલાવવામાં ઘણું જ અંતર હોય છે મોદીજી

Mayur

ખુશખબર: હવે ઉડતા પ્લેનમાં મેળવી શકશો WiFiની મજા, આ એરલાઈન્સ કરી રહી છે શરૂઆત

Mansi Patel

તિરૂવનંતપુરમથી બેંગ્લોર જઈ રહેલ બસ કન્ટેનર સાથે અથડાતા 20 લોકોના મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!