દિપીકા-રણવીરના ‘સત્તાવાર’ લગ્ન થયા નથી, એક ભૂલ પડી ભારે

જાણો ભારતીય સંવિધાનના એ કાયદા માટે, જેના કારણથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન રજિસ્ટર થશે નહીં.

ઇટલીમાં લગ્ન કરીને અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક એવી ભૂલ કરી દીધી છે, જે કારણથી એમના લગ્નનું રજિસ્ટર થઇ શકશે નહીં. તેઓના મેરેજ એક કાયદાકીય ગૂંચમાં ફસાઇ ગયા છે. વાસ્તવમાં ઇટલીમાં લગ્ન દરમિયાન વિદેશી લગ્ન અધિનિયમ, 1969ના નિયમ ફોલો કર્યા નથી. ચાલો તો જાણીએ શું છે વિદેશી વિવાહ અધિનિયમ 1969 અને શું છે એની જોગવાઇ?

વિદેશી લગ્ન અધિનિયમ 1969 પ્રમાણે વિદેશમાં જો કોઇ ભારતીય લગ્ન કરે છે તો એમને ત્યાં સ્થિત ભારતીય દૂતાવાસને એની જાણકારી આપવાની હોય છે. દૂતાવાસમાં ઘણા પ્રકારની ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની હોય છે. લગ્ન કરનાર છોકરો અને છોકરીના દસ્તાવેજનો ફાઇલ સહિત લગ્નના કાર્ડને પણ પ્રમાણ તરીકે જમા કરાવવામાં આવે છે.

આ પ્રક્રિયાઓ ન કરવા પર પછીથી લગ્નના રજિસ્ટ્રેશનમાં સમસ્યા આવે છે. એવામાં હવે રણવીર-દીપિકાને સાંકેતિક લગ્ન કરવા પડશે. ત્યારબાદ જ એમના મેરેજ રજિસ્ટ્રેશન થશે. રણવીર-દીપિકા મુંબઇમાં રહેશે. એવામાં એમને મહારાષ્ટ્રમાં લાગૂ થતાં નિયમો પ્રમાણે સાંકેતિક લગ્ન કરીને ત્યાં મેરેજ રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરવું પડશે. જણાવી દઇએ કે આરટીઆઇમાં પૂછવામાં આવેલા પ્રશ્નો પર આ જાણકારી સામે આવી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter