GSTV
Home » News » Video : ‘સર Jio નહી ચલ રહા હૈ’, જ્યારે અંબાણી પરિવાર સામે આ શખ્સે કરી ફરિયાદ

Video : ‘સર Jio નહી ચલ રહા હૈ’, જ્યારે અંબાણી પરિવાર સામે આ શખ્સે કરી ફરિયાદ

1 ડિસેમ્બરે મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં દિપીકા પાદુકોણ અને રણવીર સિંહનું મેગા રિસેપ્શન હતું. આ રિસેપ્શનમાં રેખા, અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, વિદ્યા બાલન, જૂહી ચાવલા, માધુરી દિક્ષિત, શાહરૂખ ખાન, કેટરિના કૈફ સહિત બોલીવુડના અનેક સ્ટાર્સ સામેલ થયા. જો કે આ રિસેપ્શનમાં આવેલા અંબાણી પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

હકીકતમાં આ વીડિયો ગ્રાન્ડ હયાતનો છે જ્યાં મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતાં. તેઓ પરિવાર સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપી રહ્યાં હતાં તે દરમિયાન જ એક શખ્સ કહે છે, ‘સર જિયો નહી ચલ રહા હૈ’. જે બાદ તમામ ફોટોગ્રાફર્સ પણ આ જ વાત કરવા લાગ્યાં. જો કે અંબાણીએ આ વાત પર કોઇ રિએક્શન આપતાં જોવા ન મળ્યાં.

જણાવી દઇએ કે બોલીવુડના બાજરાવ અને મસ્તાની એટલે કે દીપિકા અને રણવીર સિંહે મુંબઈની ગ્રાંડ હયાત હોટલમાં ત્રીજુ રીસેપ્શન રાખ્યું હતુ. રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન, રેખા, અનુષ્કા શર્મા, અનિલ કપૂર અને અંબાણી પરિવારે હાજરી આપી હતી. આ રિસેપ્શનમાં બી-ટાઉનનાં તમામ દિગ્ગજ સ્ટાર્સ હાજર રહ્યા હતા.

પાર્ટીમાં કેટરીના કૈફની એન્ટ્રીએ જ્યાં સૌને ચોંકાવી દીધા હતા, તો આલિયા-રણબીરની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. દીપવીરનાં રિસેપ્શનમાં તમામ બોલીવુડ સેલેબ્સે હાજરી આપી હતી. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાને પણ રણવીર સિંહ સાથે ડાન્સ કર્યો હતો. ત્રીજા રિસેપ્શનનો ડ્રેસ કૉડ વેસ્ટર્ન હતો. આ ખાસ અવસર પર બોલીવુડનાં સ્ટાર્સનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. ખુદ દીપિકા અને રણવીરનો લૂક પણ ચર્ચામાં છે.

આ રિસેપ્શનમાં દીપવીર પાર્ટી ડ્રેસકોડમાં જોવા મળ્યા હતા. હોટેલ ગ્રાન્ડ હયાતમાં દીપિકા અને રણવીરે બોલિવુડ સ્ટાર્સ સહિતના અન્ય ફ્રેન્ડ્સ સાથે આ રિસેપ્શન એન્જોય કર્યુ હતુ. રિપોર્ટ્સ અનુસાર, આ પાર્ટીમાં બોલિવુડના એક્ટર્સ, ડાયેરેક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સ સહિત આશરે 800 જેટલા લોકો ઉપસ્થિત હતા.

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar