GSTV
Home » News » દિપિકા, રણવીર અને શાહિદ નથી ભણસાલીની પહેલી પસંદ, આ સ્ટાર્સને કરી હતી ‘પદ્માવત’ની ઓફર

દિપિકા, રણવીર અને શાહિદ નથી ભણસાલીની પહેલી પસંદ, આ સ્ટાર્સને કરી હતી ‘પદ્માવત’ની ઓફર

પદ્માવતમાં ભુમિકા ભજવવા બદલ આજે જે સ્ટાર્સની વાહવાહી થઇ રહી છે તેમના આ પહેલા આ ફિલ્મ અન્ય સ્ટાર્સને ઓફર કરવામાં આવી હતી. ભણસાલી ઘણા વર્ષોથી આ ફિલ્મ બનાવવા ઇચ્છતાં હતાં પરંતુ તે શક્ય બન્યું ન હતું. આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાલીની પહેલી પસંદી દીપીકા,રણવીર અને શાહિદ ન હતાં. ભણસાલી આ ફિલ્મ સલમાન ખાન અને એશ્વર્યા રાયને લઇને બનાવવા માંગતાં હતાં.

Image result for aishwarya salman in hum dil de chuke sanam

ભણસાલીએ પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીના પાત્ર માટે પહેલાં એશ્વર્યા રાય અને સલમાન ખાનને અપ્રોચ કર્યા હતાં. પરંતુ સલમાન ખાનની શરત હતી કે તેઓ ખિલજી નહી પરંતુ મહારાજા રાવલ રતનસિંહની ભુમિકા ભજવવા માંગે છે કારણ કે તેઓ એક જ ફ્રેમમાં એશ્વર્યા સાથે દેખાવા ઇચ્છતો હતો.

Image result for aishwarya shahrukh in devdas

આ બંને સ્ટાર્સે આ ફિલ્મ ઠુકરાવી દીધી તે પછી અલાઉદ્દીન ખિલજીના પાત્ર માટે તેમણે અજય દેવગણને અપ્રોચ કર્યો હતો પરંતુ તેણે પણ આ ફિલ્મ કરવાથી ઇનકાર કરી દીધો હતો. મહારાવલ રતનસિંહના પાત્ર માટે ભણસાલીએ શાહરૂખ ખાનનો સંપર્ક સાધ્યો હતો પરંતુ તેણે પણ આ ફિલ્મ રિજેક્ટ કરી નાંખી હતી કારણ કે આ ફિલ્મની કથા રાણી પહ્માવતી અને અલાઉદ્દીન ખિલજીની આસપાસ ફરે છે.

એશ્વર્યાએ આ ફિલ્મ ઠુકરાવી તે પછી સંજયે કરિશ્મા કપૂરને આ ફિલ્મ ઓફર કરી હતી પરંતુ તેણે પણ આ ઓફર સ્વીકારી નહી. પદ્માવતી માટે તેમણે અભિષેક બચ્ચનને ગફૂરના પાત્ર માટે અપ્રોચ કર્યો હતો પરંતુ હવે આ પાત્ર જિમ સરભ નિભાવી રહ્યો છે.

Related posts

લિયોનેલ મેસ્સીને મળ્યો સતત ત્રીજી વખત ગોલ્ડન શૂ એવોર્ડ

pratik shah

અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે પોલીસ થઈ સક્રિય

Mansi Patel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જાહેર કરી પોતાની ડિજિટલ કરન્સી, સમગ્ર દુનિયામાં આ ચલણનો થશે વપરાશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!