લંડનમાં દીપિકાની જે રીતે કદર થઈ એ જીવનભરનાં સંભારણાથી ઓછું નથી

deepika wax statue

લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા પદુકોણનું મીણના પૂતળાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દીપિકા તેના પતિ તેમજ પરિવાર સાથે હાજર હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

લંડનના મેડમ તુસાદના મ્યુઝિયમમાં દીપિકા પદુકોણના વેક્સ સેટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દીપિકા પોતાના પરિવાર સાથે જોવા મળી હતી. પોતાના સ્ટેચ્યુ સાથે દીપિકાએ ચુંબન કરતો પોઝ આપ્યો હતો.

તેમજ રણવીરે પણ પત્નીના પૂતળા સાથે તસવીરો ખેંચાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મ્યુઝિયમમાં આ પહેલાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન તેમજ અન્યોના પૂતળા મુકવામાં આવ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter