GSTV

ડ્રગ્સ કેસઃ ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ પરત ફરી રહી છે દીપિકા, કાલે NCB કરશે પૂછપરછ

ડ્રગ્સ મામલે સામે આવેલા નામોમાંથી દીપિકા પાદુકોણ સૌથી મોટી હસ્તી છે. તે બોલિવૂડની એ લિસ્ટર એક્ટ્રેસમાં આવે છે. એનસીબીનું સમન્સ મળ્યા બાદ દીપિકા ગોવાથી મુંબઈ માટે રવાના થઈ ગઈ છે. ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણની 25 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે.

ગોવાથી મુંબઈ આવશે દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ગોવાથી નીકળી શકે છે. એરપોર્ટ ઉપર વીઆઈપી મૂવમેન્ટ માટે CISFને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. દીપિકા ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ આવશે. આ પ્લેન હૈદરાબાદથી આવશે. ગોવાથી દીપિકા પાદુકોણને લઈને તે મુંબઈ આવશે.

સામે આવી હતી દીપિકાની ડ્રગ્સ ચેટ

ડ્રગ્સ કેસમાં દીપિકાનું નામ સામે આવતા તેના ફેંસને મોટો ઝાટકો લાગ્યો છે. દીપિકાની ડ્રગ્સ ચેટ સામે આવી હતી. કાન કંપનીની મેનેજર કરિશ્માની સાથે દીપિકાની ડ્રગ્સ ચેટ સામે આવી હતી. ચેટમાં દીપિકા કરિશ્માને પૂછી રહી હતી કે માલ છે, હવે દીપિકાને એનસીબીની સામે ડ્રગ્સને લઈને સવાલોના જવાબો દેવા પડશે.

એનસીબીનું સમન્સ મળ્યા બાદ ટેન્શનમાં આવી દીપિકા

સમાચાર સામે આવી રહ્યાં છે કે, એનસીબીનું સમન્સ મળ્યા બાદ દીપિકા પાદુકોણ ઘણી ટેન્શનમાં આવી ગઈ હતી. દીપિકાએ પોતાના પરિવારજનો અને લીગલ ટીમથી વીડિયો કોન્ફ્રેન્સીંગના માધ્યમથી વાત કરી હતી. વકીલોની સલાહ લીધી હતી. આ મામલામાં હજુ દીપિકા તરફથી કોઈ રિએક્શન નથી આવ્યું. દીપિકાની સાથે એનસીબીએ કરિશ્માને પણ સમન્સ મોકલ્યું છે. કરિશ્માને ડ્રગ્સ કનેક્શનને લઈને સવાલો થશે.

Related posts

આ દેશમાં કોરોના સારવાર કરતાં તબિબી કર્મચારીઓ અને ડોક્ટરોને મફતમાં અપાય છે ગધેડા ઉપચાર, જાણો શું છે કારણ

Karan

સત્તાધારી પક્ષે ભ્રષ્ટાચારના નાણાંથી ખરીદ્યા ધારાસભ્યોને, કોંગ્રેસના નેતાનો ગંભીર આક્ષેપ- વિશ્વાસઘાત કરનારાં ગદ્દારોને પાઠ ભણાવશે પ્રજા

pratik shah

બિહાર ઈલેક્શનઃ BJPના ફ્રી કોરોના વેક્સિનના વાયદા પર RJD નો હુમલો, કહ્યું રસી દેશની છે ભાજપની નહીં

Karan
Do NOT follow this link or you will be banned from the site!